॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Loya-4: If One Doubts God, One Cannot Be Said to Have Overcome Māyā

History

In the concluding paragraphs of this Vachanāmrut, the conversation between Muktānand Swāmi and Jhinābhāi is based on this historical account:

On Kārtik vad 9 of Samvat 1877, Shriji Mahārāj arrived in Loyā. In this remote village, Mahārāj wanted to conduct a gnān-satra, a series of discourses with the sādhus regarding certain fundamental principles. His desire was that the sādhus spread the message far and wide after gaining this knowledge. Five days after arriving in Loyā, Jhinābhāi arrived from Panchālā to invite Mahārāj to Panchālā as He did yearly. This year, Mahārāj was not able to grace Panchālā because of the gnān-satra. Jhinābhāi even pleaded to Mahārāj to come to Panchālā but Mahārāj said, “Jhinābhāi, I cannot come right now as I’m conducting a gnān-satra in the presence of the senior sādhus. I will certainly come in due time.”

Jhinābhāi was taken aback with these words as He felt Mahārāj was dismissive. Muktānand Swāmi comforted him but Jhinābhāi could not come to terms with Mahārāj not coming to Panchālā. Instead, Jhinābhāi took a vow: Until Mahārāj graces Panchālā, I will not each sweets, nor wear a pāgh.”

Muktānand Swāmi became concerned about Jhinābhāi’s reaction and hence says to Mahārāj, “Today, Jhinābhāi has become very upset…”

[Bhagwān Swāminārāyan – Part 4/246]

આ વચનામૃતના ઉત્તરાર્ધમાં શ્રીજીમહારાજ, મુક્તાનંદ સ્વામી તથા પંચાળાના દરબાર શ્રી ઝીણાભાઈ વચ્ચેનો જે વાર્તાલાપ આવે છે તેનો ઇતિહાસ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:

સં. ૧૮૭૭ના કાર્તિક વદ નવમીએ શ્રીજીમહારાજ લોયા પધારે છે. અહીં એકાંત સ્થાનમાં શ્રીજીમહારાજને જાણે જ્ઞાનસત્ર કરી સમજણ, સિદ્ધાંત, સત્સંગ વિષયક રહસ્યની વાતો કરવી હતી. આ વાતો ઝીલી સંતો તેનું દિગદિગંતમાં પ્રસારણ કરે એવી ઇચ્છા શ્રીજીમહારાજની હતી. મહારાજ લોયા પધાર્યાના પાંચ જ દિવસમાં, કાર્તિક વદ ચૌદશના દિવસે પંચાળાથી ઝીણાભાઈ દરબાર લોયા આવે છે. તેઓના આગમનના કારણમાં વિગત એવી હતી કે શ્રીજીમહારાજ દર વર્ષે પંચાળા પધારતા, પરંતુ વીતેલા વર્ષે મહારાજ પંચાળા જઈ શક્યા ન હતા. તેથી ઝીણાભાઈ શ્રીજીમહારાજને પંચાળા પધારવાનું આમંત્રણ આપવા આવ્યા હતા. તેઓએ આ સંબંધી વાત શ્રીજીમહારાજને કરી પણ ખરી.

ત્યારે મહારાજે કહ્યું, “ઝીણાભાઈ! હમણાં અમારાથી પંચાળા અવાશે નહીં. અહીં જ્ઞાનસત્ર ચાલે છે. મોટેરા સંતો પણ આવ્યા છે. તો હમણાં ધીરજ રાખો. વખતે પંચાળા જરૂર આવીશું.”

ઝીણાભાઈને મહારાજના આ શબ્દોથી આઘાત લાગ્યો. તેઓ ઊંડા ઊતરી ગયા. મુક્તાનંદ સ્વામીએ તેઓને સમજાવ્યા. પણ ઝીણાભાઈના મનનું સમાધાન થયું નહીં. તેઓએ મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી કે: “મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી ગળ્યું-ચીકણું (મિષ્ટાન્ન) ખાવું નહીં અને માથે પાઘ બાંધવી નહીં.”

આ વિગતથી વ્યથિત થઈ મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજને કહે છે, “ઝીણાભાઈ તો આજે બહુ દિલગીર થયા....”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૪૬]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase