॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-1: Continuously Engaging One’s Mind on God
History
On Māgshar sud 4, Samvat 1876, about four and a half hours after sunset, Shriji Mahārāj was resting on a cot in the courtyard of His quarters in Gadhadā. Muktānand Swāmi started singing kirtans in the bihāg tune while playing the sarodā. About 10 or 12 pārshads were sleeping near Mahārāj. They said, “Brahmānand Swāmi must be singing since Muktānand Swāmi’s voice is soft whereas Brahmānand Swāmi’s voice is loud.”
Shriji Mahārāj requested Devji Bhakta of Pachccham to check who was singing. After going to the sādhus’ residence and asking from the doorway, Devji Bhakta said that Brahmānand Swāmi is singing. Shriji Mahārāj said, “Let go verify whether Brahmānand Swāmi is indeed singing.”
Using the pretext of verifying who is singing, Shriji Mahārāj went to give darshan to Muktānand Swāmi. Other munis were sleeping while only Muktānand Swāmi, along with Sadguru Ādhārānand Swāmi, was awake and engaged in singing affectionately. Having realized Shriji Mahārāj arrived, both stood up and placed a cot with cushions in the courtyard where Shriji Mahārāj sat down and said, “We came to check who was singing.” All the other sādhus said, “Muktānand Sami sings daily as according to his niyam.” Shriji Mahārāj replied, “I have a great liking for singing kirtans and I’m never satisfied listening to kirtans. I have the same liking for listening to discourses.”
From henceforth, the dialog of the first Vachanāmrut of Gadhadā I-1 starts.
[Haricharitrāmrut Sāgar: 21/1]
In Gadhadā I-1, Sadguru Muktānand Swāmi asks the question, “What type of body does a devotee of God attain when he leaves his physical body, which is composed of the five bhuts, and goes to the abode of God?”
Shriji Mahārāj answers, “… by the wish of God, a devotee attains a divine body composed of Brahma… this is how they reach the abode of God…”
One would wonder why Muktānand Swāmi, an astute sādhu, asks a question about leaving the physical body when Shriji Mahārāj visits him in the middle of the night – a question that does not relate to the previous questions (about constant contemplation on God’s form and the form of māyā).
Although it seems unrelated, Muktānand Swāmi’s question alludes to the event of that time. The incident surrounding this Vachanāmrut is as follows:
Hirābā (daughter of Dādā Khāchar’s sister Pānchubā) became seriously ill, causing everyone sorrow. When Mahārāj heard the news, He visited Pānchubā’s quarter and consoled them, saying, “Hirābā was a Brāhmin during her previous life. I visited her house during my van-vicharan. She served me intensely; hence, the fruit of that service is her birth in Satsang in your family. She had a desire to obtain the bliss of my murti. That wish has been fulfilled so she will now go to dhām. No one needs to grieve.”
Saying this, Mahārāj retired to the Akshar Ordi and Hirābā immediately went to dhām. Everyone in Dādā Khāchar’s darbār began weeping. When Mahārāj heard the weeping, He asked [Mulji] Brahmachāri, “Who is crying?” Brahmachāri replied, “Pānchubā’s daughter Hirābā went to dhām so they are crying.”
Mahārāj said, “I have placed her in my Akshardhām, so in such a joyous moment should one cry or rejoice?” So saying, Mahārāj became disheartened.
[Bhagwān Swāminārāyan – Part 4/177]
From this narrative, it becomes clear that the clouds of mourning that were cast in Dādā Khāchar’s darbār were due to Hirābā’s passing away to Akshardhām. Muktānand Swāmi must have also felt some remorse. Therefore, with the intent to console Dādā Khāchar’s family in any way, Muktānand Swāmi must have asked what happens to a satsangi devotee after he passes away: “What type of body does a devotee of God attain when he leaves his physical body, which is composed of the five bhuts, and goes to the abode of God?” Muktānand Swāmi’s intent is for Dādā Khāchar’s family to hear from Shriji Mahārāj Himself that Hirābā’s passing away is fortunate as she is in Akshardhām with a divine body.
Immediately after Muktānand Swāmi’s question, Harji Thakkar asks Shriji Mahārāj, “Some have been practicing satsang for quite some time, yet they do not harbor the same profound love for the Satsang fellowship as they do for their own body and relatives. What is the reason for this?”
It is worthwhile to understand the background to Harji Thakkar’s question. As noted above, everyone in Dādā Khāchar’s family were mournful of Hirābā’s death. During this time, Mulji Brahmachāri went to get Mahārāj’s thāl from the darbār as was the usual routine. The thāl was covered with a cloth so Mulji Brahmachāri did not realize what he was bringing. When he placed it in front of Mahārāj and removed the cloth, Mahārāj asked in surprise, “Brahmachāri, what is this?” Brahmachāri was bewildered. But recalling Hirābā’s death, He said, “Since everyone in the darbār is still in mourning, they sent bhadku (a type of porridge made from dried grains) today as may be their custom during mourning.”
Amusingly, Mahārāj asked, “How long will this last?” Brahmachāri replied, “Thirteen to fourteen days at least.” The mourning led to a lapse in serving Mahārāj! Harji Thakkar seems to be aware of this incident since he lived in Gadhadā. Naturally, this question must have arose in his mind since Shriji Mahārāj has been residing in Gadhadā from around Samvat 1860 or 1861 till this point – a span of 16 years. Therefore, Harji Thakkar uses the words “some have been practicing satsang for quite some time…” implying a great duration of time when asking his question.
[Bhagwān Swāminārāyan – Part 4/177]
સં. ૧૮૭૬ના માગશર સુદિ ચતુર્થીને દિવસ શ્રીહરિ ગઢડામાં પોતાના ભવનના ચોકમાં પલંગ ઉપર બિરાજમાન હતા. રાત્રિ દોઢ પહોર ગઈ ત્યારે મુક્તમુનિ સરોદો લઈને બિહાગ રાગનાં કીર્તન ગાવા લાગ્યા. શ્રીહરિની આજુબાજુ દસ-બાર પાર્ષદો સૂતેલા હતા. તેઓ બોલ્યા, “બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મુક્તમુનિનો સ્વર ધીમો છે. બ્રહ્માનંદ સ્વામીનો અવાજ મોટો છે.”
પછી પચ્છમ ગામના દેવજી ભક્તને શ્રીહરિએ કહ્યું, “જુઓ, કોણ ગાય છે?” ત્યારે તેમને સંતની જગ્યામાં દ્વાર પાસે જઈ, પૂછીને બ્રહ્માનંદ ગાન કરે છે તેમ કહ્યું. ત્યારે શ્રીહરિ કહે, “ચાલો, બ્રહ્મમુનિ ગાય છે કે નહીં તે સત્ય કરીએ.”
ગાનનું નિમિત્ત લઈ શ્રીહરિ મુક્તમુનિને દર્શન દેવા પધાર્યા. અન્ય મુનિઓ સૂતેલા હતા. એક મુક્તમુનિ પ્રેમમગ્ન થઈ ગાતા હતા. સદ્ગુરુ આધારાનંદ સ્વામી પણ તેમની સાથે ગાતા હતા. શ્રીહરિ આવ્યા તે જાણી બંને તત્કાળ ઊઠ્યા. ચોક વચ્ચે ચોતરા ઉપર ગાદિ-તકિયો નાંખી દીધો. તે ઉપર શ્રીહરિ વિરાજમાન થયા અને કહે, “કોણ ગાન કરે છે તે જોવા અમે આવ્યા છીએ.” બધા સંતો કહેવા લાગ્યા, “મુક્તમુનિ હંમેશના નિયમ મુજબ ગાઈ રહ્યા હતા.” શ્રીહરિ કહે, “કીર્તન ઉપર અમને બહુ ભાવ છે. સાંભળતાં તૃપ્તિ થતી નથી. એવો જ કથામાં અમને ભાવ છે.”
તે પછી આ ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃત પ્રમાણે વિસ્તારથી વાત કહી.
[હરિચરિત્રામૃતસાગર: ૨૧/૧]
વચનામૃત પ્રથમ ૧માં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે?”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીજીમહારાજ જણાવે છે, “... ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે... એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે.”
અહીં આ પ્રશ્નોત્તર વાંચતાં આપણને વિચાર થાય છે કે શ્રીજીમહારાજ મધ્યરાત્રિએ સામે ચાલીને દર્શનલાભ આપવા પધાર્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામી ધામગમન સંબંધી પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છે? વળી, આ પ્રશ્ન આગળથી ચાલી આવતી વાતના અનુસંધાનમાં પુછાયો હોય તેવું પણ નથી. કારણ કે મુક્તાનંદ સ્વામીએ પૂછેલા આ પ્રશ્નની પૂર્વે ભગવાનમાં અખંડ વૃત્તિ અને માયા સંબંધી વિષયો છેડાયા છે. તો મુક્તાનંદ સ્વામી જેવા શાણા સંતે આગળથી ચાલી આવતી વાતનો તંતુ પકડ્યા સિવાય આવો પ્રશ્ન શા માટે પૂછ્યો હશે?
અહીં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન તત્કાલીન વાર્તાલાપમાં ભલે અસંગત લાગે પણ તે તત્કાલીન ઇતિહાસ સાથે અતિ સુસંગત છે. જ્યારે શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત ઉદ્બોધ્યું તે કાળમાં ગઢડામાં જે ઘટના બની છે તેનું વર્ણન આ રીતે નોંધાયું છે:
આ અરસામાં દાદા ખાચરનાં બહેન પાંચુબાની નાની દીકરી હીરાબાને મંદવાડ આવ્યો. મંદવાડ ગંભીર હતો એટલે સૌ શોકાતુર બની ગયા હતા. મહારાજને આ સમાચાર મળ્યા. એટલે મહારાજ પાંચુબાના દક્ષિણાદા બારના ઓરડામાં પધાર્યા. ત્યાં સૌને ધીરજ આપી. મહારાજે કહ્યું, “આ હીરાબા તેમનાં પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતાં. અમે વનવિચરણ દરમ્યાન તેમને ઘેર ગયા હતા. તેમણે બહુ સેવા કરી હતી. તે પુણ્યના ફળરૂપે તેને આ સત્સંગમાં તમારે ત્યાં જન્મ થયો. અમારી મૂર્તિનું સુખ લેવાની તેમની ઇચ્છા હતી. તે સુખ લીધું અને હવે ધામમાં જશે. માટે કોઈ શોક કરશો નહીં.”
આટલું કહીને મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા અને તરત જ હીરાબા ધામમાં પધાર્યા. દરબારમાં સૌ રુદન કરવા લાગ્યા.
મહારાજે અક્ષર ઓરડીમાં બાઈઓનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે બ્રહ્મચારીને પૂછ્યું, “આ કોણ રૂએ છે?” ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, “મહારાજ! પાંચુબાનાં દીકરી હીરાબા ધામમાં ગયાં એટલે સૌ રડે છે.”
મહારાજે કહ્યું, “એમને તો અમે અમારા અક્ષરધામમાં બેસાર્યા છે તો આવા મંગળ પ્રસંગે રોવાનું હોય કે આનંદ માણવાનો હોય?” એટલું કહીને મહારાજ ઉદાસ થઈ ગયા.
[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૭૭]
અહીં વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે હીરાબાના નાની વયમાં ધામગમનથી દાદા ખાચરના ઘરમાં શોકનાં વાદળો છવાયાં છે. દાદા ખાચરના કુટુંબીઓ પર ફરી વળેલી વિષાદની આ ઝાંયથી મુક્તાનંદ સ્વામીને જરૂર દુઃખ થયું હશે. તેથી દાદા ખાચરના કુટુંબીઓને કોઈ પણ રીતે આ દુઃખમાં સાંત્વન મળે તે હેતુસર તેઓએ સત્સંગીની મરણોત્તર ગતિ વિષે આ પ્રશ્ન પૂછ્યો હશે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે?” શ્રીજીમહારાજના મુખે પુનઃ હીરાબાની સદ્ગતિની વાત સાંભળી રડતા કુટુંબીઓને રાહત મળે તે હેતુ આ પ્રશ્ન પૂછવા પાછળ હશે.
મુક્તાનંદ સ્વામી દ્વારા પુછાયેલ પ્રશ્ન બાદ તરત જ હરજી ઠક્કર શ્રીજીમહારાજને પૂછે છે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે?”
હરજી ઠક્કરના આ પ્રશ્નની પાર્શ્વભૂ પણ સમજવા જેવી છે. તે સમયે દાદા ખાચરનાં બહેન પાંચબાનાં દીકરી હીરાબાના ધામગમનથી દરબારમાં સૌ શોકાતુર હતા. શ્રીજીમહારાજના સેવક મૂળજી બ્રહ્મચારી રાબેતા મુજબ મહારાજ માટે થાળ લેવા દરબારમાં જાય છે ત્યારે થાળમાં ભડકું આવ્યું. થાળ ઢાંકેલો હતો એટલે બ્રહ્મચારીને કાંઈ ખબર પડી નહીં, પરંતુ અક્ષર ઓરડીમાં આવી મહારાજ પાસે થાળ મૂક્યો અને ઉપરનું વસ્ત્ર કાઢ્યું ત્યારે ખબર પડી કે થાળમાં ફક્ત ભડકું જ છે. મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી! આ શું?” બ્રહ્મચારી પણ મૂંઝાયા. પછી તેમને યાદ આવી ગયું. તેમણે કહ્યું, “મહારાજ! હીરાબા ધામમાં ગયાં છે એટલે દરબારમાં સૌ શોક પાળતા હશે. તેથી આ ભડકું થાળમાં આવ્યું હશે.”
આ સાંભળી મહારાજ હસ્યા. તેમણે કહ્યું, “આવું કેટલા દિવસ ચાલશે?” બ્રહ્મચારીએ કહ્યું, “મહારાજ! તેર-ચૌદ દિવસ તો ખરું!” અહીં કૌટુંબિક શોકનો ધક્કો ભગવાનની સેવાને લાગેલો દેખાય છે. હરજી ઠક્કર આ વિગતથી વાકેફ હશે. કારણ કે તેઓ ત્યાં જ રહેતા હતા. આ જોઈ તેઓના મનમાં પ્રશ્ન ઊઠ્યો હશે કે શ્રીજીમહારાજ સં. ૧૮૬૦-૬૧થી ગઢડા આવીને વસ્યા છે અને આજે તેમના સાંનિધ્યમાં સોળ વર્ષ વીતી ગયાં છે. તેથી “ઘણા દિવસ સુધી સત્સંગ કરે...” એવો શબ્દપ્રયોગ કરી હરજી ઠક્કર પૂછે છે, “દેહનાં સંબંધી જેવી પ્રીતિ ભગવાનમાં કેમ થઈ નહીં?”
[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૭૭]