॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-56: Hollow Stones
Nirupan
Once, the devotees of Junagadh - Rupshankar, Sadashankar, Kanji Thakkar, Kadavabhai Sheth, Gokal Bhatiya, Ramjibhai, Amarjibhai, Trikamrai; Shivlalbhai of Botad, Vaghjibhai of Vaso, Abhaysinhji Darbar of Lodhika, Abhaysinhji Darbar of Ganod, sadhus, parshads, etc. were seated in an assembly. Gunatitanand Swami started speaking on upāsanā:
“As long as one has not understood the secrets of Upāsanā, one has not imbibed satsang. One is a true upāsak when one understands firmly that Shriji Maharaj eternally possesses a divine form and that understanding does not sway even if one happens to hear the words of scriptures propagating God as being formless.
“Muktanand Swami asked Maharaj a question, ‘The jiva is distinct from the indriyas, antahkaran and prāns; it is also distinct from the three states - waking, dream and deep sleep - and the three bodies - sthul, sukshma and kāran. After hearing this in Satsang, a firm conviction regarding this fact has been cultivated. Why, then, does the blissful jivātmā still associate with the indriyas, antahkaran, etc., while engaged in the worship and remembrance of Paramātmā and thereby become miserable due to the influence of disturbing thoughts?’
“Then, Shriji Maharaj answered, ‘Many people become realized yogis, many become omniscient, many become deities, and thus attain countless types of greatness, including the highest state of enlightenment. All this is achieved through the force of the upāsanā of God. Without upāsanā, though, nothing can be accomplished. Therefore, the distinction between ātmā and non-ātmā cannot be realized by merely understanding the distinction as given in the scriptures; nor can it be realized by listening to discourses from a senior sādhu and deciding in one’s mind, ‘I shall now distinguish between ātmā and non-ātmā.’ Rather, it is the extent of a person’s faith in his Ishtadev - God - that determines how much distinction between ātmā and non-ātmā he cultivates. In fact, without using the strength of his Ishtadev, no spiritual endeavors can be fulfilled.’ Therefore, whoever has gained an elevated state in the past have done so due to the strength of upāsanā - that should be understood clearly. Shriji Maharaj explained this secret to me clearly, and it has been in my heart since.
“One should understand upāsanā as thus: transcending all and without any bounds is a mass of light. On a divine throne in that abode is seated Shriji Maharaj, who is radiant and possesses a divine form that is incomparable to anyone else. Surrounding him in all directions are the infinite aksharmuktas, who are having the darshan of Maharaj and are happy only from the darshan of Maharaj’s murti. Maharaj’s greatness is limitless, and no one can reach the limit of his greatness. Even the aksharmuktas and Akshar cannot describe Maharaj. We have met and attained that God who transcends Akshar. He who is supreme, the cause of the avatārs, whose commands are following by infinite avatārs, and the powers that are enjoyed are given by Maharaj - that Maharaj is eternally supreme. To equate him with others is a major deficiency. Therefore, one should compare the divine actions of Maharaj and the previous avatārs and consolidate one’s faith in Maharaj. All of the avatārs have their own abodes, and Maharaj has placed them where they need to be placed. However, he kept his aksharmuktas near him so that they can offer devotion and upāsanā to him.”
In this manner, Gunatitanand Swami spoke about the supreme upāsanā of Maharaj and made everyone proud of the divine bliss they had attained.
[Aksahrbrahman Shri Gunatitanand Swami: part 1/403]
એક દિવસ જૂનાગઢ તળના હરિભક્તો રૂપશંકર, સદાશંકર, ઠક્કર કાનજી, શેઠ કડવાભાઈ, ગોકળ ભાટિયા, રામજીભાઈ, અમરજીભાઈ, ત્રિકમરાય તેમજ બોટાદના શિવલાલભાઈ, વસોના વાઘજીભાઈ, લોધિકા દરબાર તથા ગણોદ દરબારશ્રી અભયસિંહજી, સંત, પાર્ષદો વગેરેની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ ઉપાસનાની ઉત્તમ વાતો કરતાં કહ્યું, “ઉપાસનાની વાતનું રહસ્ય જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી સત્સંગ જ થયો નથી. શ્રીજીમહારાજને સદા દિવ્ય સાકાર જાણે અને તે નિષ્ઠા અત્યંત દૃઢ હોય અને કદાચ નિરાકારના ગ્રંથ સાંભળવામાં આવે તોપણ તે સાકાર સ્વરૂપની નિષ્ઠા જાય જ નહિ ત્યારે તે ઉપાસક સાચો કહેવાય.
“મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘ઇન્દ્રિયો-અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. એવું શાસ્ત્રમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે તોપણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખિયો કેમ થાય છે?’
“પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરતાં કહ્યું છે કે, ‘કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે અને કેટલાક દેવલોકમાં જાય છે. એ સર્વ પ્રકારની મોટપ મળે, તેમજ પરમપદને પામે અને દુઃખ હોય તો તેનું નિવારણ થાય તે સર્વ પોતાના ઇષ્ટદેવની ઉપાસનાના બળ વડે થાય છે. પરંતુ ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી. દેહ અને આત્મા જુદા છે એમ શાસ્ત્રમાંથી સાંભળીને કોઈ એ પ્રમાણે દેહ અને આત્માને જુદા રાખવા મથે પણ તેણે કરીને કાંઈ દેહ અને આત્મા જુદા થાય જ નહિ. એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવને વિષે ઉપાસના અને નિષ્ઠા તેટલો જ તેને આત્મા અને અનાત્માનો વિવેક થાય છે. પરંતુ ઇષ્ટદેવના બળ વગર કોઈ સાધન સિદ્ધ થાતું નથી.’ માટે આગળ જે જે મોટી પદવીને પામી ગયા છે તે પણ ઉપાસનાના બળથી જ પામ્યા છે એમ નક્કી જાણવું. શ્રીજીમહારાજે આ રહસ્ય મને કહ્યું હતું તે મારા હૃદયે વસી ગયું છે.
“ઉપાસના તો એમ સમજવી કે સર્વથી પર અધોઊર્ધ્વ અને પ્રમાણે રહિત તેજનો સમૂહ છે. તેમાં દિવ્ય સિંહાસન ઉપર, દિવ્ય તેજોમય અને સાકાર સ્વરૂપે કે જે સ્વરૂપની ઉપમા કોઈને દેવાય નહિ, તેવા શ્રીજીમહારાજ સાક્ષાત્ વિરાજમાન છે. તે સ્વરૂપની ચારે કોરે અનંત મુક્ત બેઠા છે અને શ્રીજીમહારાજનાં દર્શન કરે છે અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા છે. એવા સર્વોપરી અને સદા સાકાર અને જેમનો અતિ અપાર મહિમા છે, જેનો કોઈ પાર નથી પામતા અને જેને મુક્તો અને અક્ષર, અપાર અને અનિર્વચનીય કહે છે, તે અક્ષરાતીત ભગવાન આપણને સાક્ષાત્ મળ્યા છે અને તેમની આપણને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે. જે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છે, જેમની આજ્ઞામાં અનંત અવતારો રહ્યા છે અને જેમનું આપેલું ઐશ્વર્ય તે સૌ ભોગવે છે, તે મહારાજ સદા સર્વોપરી છે. તેમને બીજા જેવા કહેવા તે જ મોટી ખોટ્ય છે. માટે શ્રીજીમહારાજનાં અને બીજા અવતારોનાં ચરિત્રો મેળવી આ નિષ્ઠા દૃઢ કરવી. સૌનાં જુદાં જુદાં ધામ છે અને જ્યાં જેને રાખવા ઘટે ત્યાં તેમને રાખ્યા છે. પરંતુ પોતાના અક્ષરમુક્તોને તો પોતાની સમીપે જ પોતાની ઉપાસના અને ભક્તિ કરવા રાખ્યા છે.” આ પ્રમાણે સ્વામીએ શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો કરી સૌને દિવ્ય સુખની ખુમારી ચઢાવી દીધી.
[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧/૪૦૩]