॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-7: Naimishāranya Kshetra
Nirupan
The Vachanāmrut on Naimishāranya was read. In that, what does it mean that the tip of the arrow is removed and the arrow becomes blunt? Well, any worth in the vishays is removed from one’s mind - that is what is meant by removing the tip. And any vishays that are kept are only to sustain the body. Some wonder why this does not happen instantly, but this cannot happen instantly. Moreover, the jiva cannot behave this way. It is God’s wish that he wants to make everyone gunātit and separate them from their kāran body...
નૈમિષારણ્યનું વચનામૃત વચાવ્યું. તેમાં આવ્યું જે, ફળ કાઢી લીધું હોય ને થોથું રહ્યું હોય તે શું? તો વિષયમાંથી માલ નીકળી ગયો એ ફળ નીકળી ગયું કહેવાય. ને આટલા વિષય રાખ્યા છે તે દેહ રાખવા સારુ રાખ્યા છે. ને કેટલાકને તો ખરરર ઊડી જાઈએ એમ જોઈએ છીએ ને એમ થાય જે ઘડીકમાં કેમ થાતું નથી? પણ તે ઘડીકમાં થાય એમ નથી. ને આમ જીવથી વરતાય એમ પણ ક્યાં છે? તે તો ભગવાનની ઇચ્છા એવી છે જે સર્વે અવતારના ભક્તને ગુણાતીત કરવા છે ને કારણ દેહથી નોખા કરવા છે. તે ઉપર ઈંદ્રને બ્રહ્મહત્યા પ્રગટ વામનજીથી ટળી તે વાત કરી.†
†વિશ્વરૂપ ત્વષ્ટાનો પુત્ર હતો. તેનું મોસાળ દૈત્યકુળમાં હોવાથી દૈત્યોનો પક્ષ રાખતો. ઇન્દ્રે તેને ગુરુ કરી રાજ્યપુરોહિત નીમેલો. દૈત્યો પર વિજય મેળવવા ઇન્દ્રે યજ્ઞ આરંભ્યો. વિશ્વરૂપ હોમ કરે ને દૈત્યોને હવિષ્યાન્નનો છાનો ભાગ આપે. આ કપટ જાણીને ઇન્દ્રે વિશ્વરૂપનાં ત્રણે મસ્તક કાપી નાખ્યાં. તેથી ચાર બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું જે, ‘તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.’ પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. - સ્વામીની વાત ૧/૨૯૩ અને ટીપણી.