॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૭: દરિદ્રીનું

મહિમા

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમનું ૧૪મું વિચારવું. ગઢડા મધ્ય ૭મું શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત. આવાં વચનામૃતો વાંચવાં, વિચારવાં અને સિદ્ધ કરવાનું તાન રાખવું. ત્યારે મોટા રાજી થાય.”

[યોગીવાણી: ૧૮/૩]

મહિમા

યોગીજી મહારાજ કહે, “બે વચનામૃત સિદ્ધ કરવાં જેવાં છે. મધ્યનું ૭ અને છેલ્લાનું ૧૧ – સીતાજીના જેવી સમજણ... બધાં વચનામૃતો ખબર ન પડે, પણ પોતાનાં અંગનાં વચનામૃત શોધી રાખવાં ને તે સિદ્ધ કરવાં.”

[યોગીવાણી: ૨૯/૪૫]

નિરૂપણ

મધ્યનું ૭મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજે કહ્યું, “સાધુતાના ગુણ શું? ખમવાના, સહનશક્તિના, સમર્થ થકા જરણા કરવાના. મુક્તાનંદ સ્વામીએ વિકાર ટાળવાનો ઉપાય મહારાજને પૂછ્યો ત્યારે મહારાજે કહ્યું કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં મંડ્યો રહે, તો પરમેશ્વરની કૃપા થાય અને વિકારમાત્ર ટળી જાય. મુક્તાનંદ સ્વામી જેવા સર્વોપરી સાધુતાના ગુણે યુક્ત સાધુને પણ મહારાજે કોઈ મોટા સંત બતાવ્યા. એવા મોટા સંત કોણ હશે? તે જ ગુણાતીત! અતિશય સેવા શું? હદ ઉપરાંત સેવા. આજ્ઞામાં જેમ કહે તેમ ટૂક ટૂક. સંશય રહિત. વાસીદું વાળતો હોય ને સંસ્કૃત ભણવાનું કહે; ને ભણતો હોય, વિદ્વાન હોય ને વાસીદું વાળવાનું કહે. સેવા સંતની કરી ને દૃષ્ટિ પરમેશ્વરની પડે. મુદ્દો એ છે કે સંતની સેવાથી જ ભગવાનની કૃપા થાય છે અને વિકાર ટળે છે.”

[યોગીવાણી: ૨૪/૧૨૮]

નિરૂપણ

યોગીજી મહારાજને પ્રશ્ન પુછાયો, “દોષ કેમ ટળે?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “મધ્યનું ૭મું વરાનામત. જે વૈરાગ્યહીન હોય તે તો જે મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિ કરે, તો વિકારમાત્ર ટળી જાય. અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે અથવા બીજે જન્મે ટળે. અતિશય સેવા કરે તો કૃપા થાય. કૃપા થવા માટે આ એક જ ઉપાય છે.”

[યોગીવાણી: ૨૫/૨૦]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “અમારી એવી કઈ ક્રિયા છે, જેમાં તમને મનુષ્યભાવ આવે છે? જો હું ધારું તો નીચે સૂઈ જાઉં; મારું શરીર દુખે નહીં. ઠંડે પાણીએ નહાઉં. જમું જ નહીં. હાથ-પગ ન દબાવરાવું, તો પણ કાંઈ ન થાય. અમે દેહના ભાવ જણાવીએ પણ તે માનવા નહીં. ને જણાવીએ નહીં તો પછી તમને સેવા ક્યાંથી મળે? મધ્યનું ૭ અને ૫૯ વચનામૃત પ્રમાણે સેવાથી જ વૃદ્ધિ પમાય. એટલે તમને હાથ-પગ દબાવવાની, નવડાવવાની, રસોઈ કરવાની સેવા આપીએ છીએ. નહીં તો તમે બેસી રહો તો વૃદ્ધિ પામો નહીં. તમે કહો તો હું તમારી પાસે કોઈ સેવા કરાવું નહીં. દિવ્યભાવમાં વર્તું. પણ સેવા વિના વૃદ્ધિ પમાતું નથી. તમારે શું ભડકો જોવો છે? તો સ્વામીને કહું, ‘બધા યુવકોને ભડકો દેખાડો,’ તો દેખાડે. પણ સકામ થઈ જવાય. માટે જ્ઞાનની સ્થિતિ ઇચ્છવી.”

[યોગીવાણી: ૧૦/૧૧૫]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “મોટા સત્પુરુષ મળે અને તેની સેવામાં જેમ કહે તેમ મંડ્યો રહે તો વાસના ટળે, ત્યારે જ નિર્વાસનિક થાય. સાધના કરીને નિર્વાસનિક થવાય ખરું, પણ એ ઝાડવાં જેવું, એમાં કાંઈ સુખ નહીં. એમાં ઋષિમુનિઓને દેશકાળ લાગ્યા. માટે આત્યંતિક કલ્યાણની વાત જુદી છે. તે સારુ મધ્ય ૭ સિદ્ધ કરવું પડે.”

આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં કરી છે: સ્વામીની વાત ૧/૧૩૮: “સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું? ને તેણે કરીને શું ફળ છે? એ તો ઝાડવાં જેવો છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ને તેનો શો ભાર છે?” ઇત્યાદિ બહુ બળની વાત કરી.

[યોગીવાણી: ૨૨/૨૮]

નિરૂપણ

ગઢડા મધ્ય ૭માં પરમેશ્વર કૃપાદૃષ્ટિ કરીને જુએ. એ પર યોગીજી મહારાજે કહ્યું, “સંતમાં રહીને કૃપાદૃષ્ટિ કરે. વિકારના ભૂકા થઈ જાય. સંત કહે તેમ એમની સેવા કરે તો રાજીપો થાય.”

[યોગીવાણી: ૨૭/૯૫]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase