॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૮: ખારભૂમિનું

નિરૂપણ

તા. ૧૯૬૮/૬/૯, ગોંડલ. યોગીજી મહારાજ કહે, “શ્રદ્ધાવાન દુનિયામાં ઘણા છે. ગઢ-કોઠા કરે. પુણ્યદાન કરે. યજ્ઞ કરે. દવાખાનાં કરે. પણ ખરી શ્રદ્ધા સત્પુરુષના વચનમાં થાય છે... સાચા હોય ત્યાં એક કલાક બેસે, એક આનો ખર્ચે તો ફળ જુદું. સાચા સત્પુરુષમાં વિશ્વાસ આવે તો કળિમાં સત્યુગ થઈ જાય. વૈરાગ્ય જેમ તેમ જ્યાં ત્યાં... વૈરાગ્ય ઘરોઘર મળતો હશે? સત્પુરુષના વચનમાં શ્રદ્ધા રાખે તો આવે. વિવેક શું? મૂઢપણું નહીં. અસત્યને છોડી દે. પોતાનો અવગુણ લે. ભગવાન ને સંતનો ગુણગ્રહણ કરે. જ્ઞાન શું? આત્મા ને પરમાત્માનું. આ જ્ઞાન નથી થયું ત્યાં સુધી ખરો સત્સંગી નથી. શ્રદ્ધા શું? દેહને ઘસી નાખે. કામ સોંપ્યું તે કરે જ છૂટકો.

“‘સત્સંગ થયો ત્યારથી’ એટલે સત્પુરુષ મળ્યા ત્યારથી કેટલા સ્વભાવ ટળ્યા એ તપાસે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૭]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase