॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૪: સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું

મહિમા

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ, બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૮]

નિરૂપણ

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “આત્મબુદ્ધિ શું? પોતાનું ખાવાનું ભક્તને દઈ દે. જે વચન કહે તે ટૂક ટૂક થઈને પાળે. આત્મબુદ્ધિ થઈ હોય તો બળ રહે. કેફ રહે. વચન પળે. ખાધું હોય તો ભૂખ જાય કે ન જાય? આ મધ્યનું ૫૪ તેને માટે છે. એવી આત્મબુદ્ધિ ન હોય તો ગધેડો ને આખલો કીધો. એમ કોઈને કહે તો રીસ ચડે. મંદિરે ન આવે. પણ ભાગવતમાં કહ્યું છે. ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું. ઘોડેસવાર ત્રણ ઠેકાણે વૃત્તિ રાખે છે. તેમ આપણે ઘઉં વીણવામાં વૃત્તિ રાખવી. કથા સાંભળવી અને કાંકરા કાઢવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૨૦]

નિરૂપણ

સત્સંગનો પર્યાય આત્મબુદ્ધિ

ભીમ એકાદશીએ સવારે ‘પ્રાતઃ સ્મરામિ...’ ‘જલધર સુંદર...’ બે અષ્ટકોનું ગાન સંતોએ કર્યું. બાળમુકુંદ સ્વામી પાંચ વાત બોલ્યા. છેલ્લી વાત બોલ્યા, “ત્યાગ-વૈરાગ્યને શું કરવા છે. આત્મબુદ્ધિ એ જ સત્સંગ.”

સ્વામીશ્રીએ તરત જ વાત ઉપાડી:

“આત્મબુદ્ધિ નિત્ય વાંચીએ છીએ, પણ ટાણે રહે ત્યારે ખરું. ગ. મ. ૫૪ વચનામૃત પ્રમાણે. મૂળુભાઈએ દીકરાનો હાથ કચરાણો ત્યારે ચીસ પાડી. એવી આત્મબુદ્ધિ રાજાભાઈને હતી.

“જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહિ, હૃદય પ્રફુલ્લિત ન થાય, ત્યાં સુધી ક્યાં આત્મબુદ્ધિ છે? શુષ્કભાવ હોય ને મૂર્તિ દેખે તોય શું?

“કોઈ જૂનાગઢ આવે ત્યારે મોટા નંદ સાધુ પણ રોકે ને કહે, ‘ત્યાં શું છે! ત્યાં તો કાળમીંઢ પાણો છે.’ ભગવાનના ભક્તને દુઃખ થતું હોય તો સહાય કરે. દીકરાનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તની સેવા કરે. એવો ભીડો ખમે...

“ભગવાન ને સંત ક્યારે રાજી થાય? અનુવૃત્તિ.

“મારી ઉપર સ્વામીનો કાગળ આવ્યો હોય ને જમતો હોઉં તો પહેલી ગાડી પકડી લઉં; બીજી નહિ. ત્યારે શાસ્ત્રીજી મહારાજ રાજી થયા. દૃષ્ટિ પડી ગઈ. અમે ત્રણેય - સ્વામી, નિર્ગુણ સ્વામી ને હું સાથે ફરતા. સ્વામીને રાજી કર્યા તો અંતરમાં ટાઢું. ભલેને દેહમાં તાવ હોય, તોય શું?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase