॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૭: ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું

નિરૂપણ

તા. ૨૧/૬/૧૯૮૬ની બપોરે સુરતમાં નવચેતન સોસાયટીમાં શ્રી પુરુષોત્તમભાઈ પટેલના ઘેર વચનામૃત કારિયાણી ૭ સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું:

“નિયમમાં રહીને ખાવું, પીવું, જોવું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ દુનિયા-માત્રની કરો, પણ સાધુતા રાખીને. આપણે દેહમાંથી મમતા કાઢવાની છે. કોઈક બોલી જાય તો એમ થાય કે: ‘ક્યારે સાટું વાળી નાંખું?’ કાંટો ચડી જાય. પણ આપણે ક્યાં દેહ છીએ? એના લાલન-પાલનમાં સમય ન જવો જોઈએ. દેહને ખાસડાં જેવું કરી નાખવું. કોઈ બોલી જાય તો ખમવું. બોલનાર પાછળથી પસ્તાશે. આપણે આપણું કામ કરવા આવ્યા છીએ. દુરાગ્રહ, હઠાગ્રહ કોઈ જાતનો ન રાખવો. આપણે એકડો થવાનું છે. પેલો રખડે તો આપણેય રખડવું નહીં. વિચિત્ર સ્વભાવ મૂકી દેવા. નડે છે એ જ. બાકી અંતરના દોષો તો ભગવાન કાઢશે.

“ભજનનો તાલ તૂટવો ન જોઈએ. દરરોજ ચેષ્ટા થવી જ જોઈએ. આરતીની ઘંટડી થઈ એટલે ઊભા થઈ જ જવું. જય જય નહીં. ઊભા રહેવું તો આપણું વધશે. વાંચન કરવું. નવરા ન બેસી રહેવું. મહાતમ (સ્વામી) ભણેલા ન હતા, તોય વચનામૃત, ભક્તચિંતામણિ વાંચ્યે જ રાખે. આ નિયમ હતો તો પાર પડી ગયા.

“આ વચનામૃતમાં પ્રત્યક્ષની વાત આવી. મનુષ્યરૂપે જે પૃથ્વી પર આવ્યા તેના વિષે દૃઢતા કરવાની છે. આપણા જેવી ક્રિયા – બોલવું, ચાલવું, પેટ દુઃખે, બી જાય – બધું આપણા જેવું જ હોય. એમાં સંશય થઈ જાય. પણ એમના સંબંધમાં જે આવે એ નિર્ગુણ થઈ જાય. દેખાય છે છતાં નથી. કોઈને આજ્ઞા કરે તો વિચાર નહીં કરવાનો. હનુમાનજીને આજ્ઞા કરી, ત્યાં સુખ હતું? અરે, સિંહની બોડમાં હાથ નાંખવાનો હતો તોય સંશય ન થયો.

“આપણે બધાની ભેગા રહીને ન્યારા રહેવાનું છે. સમૂહમાં રહીએ છીએ, પણ આપણામાં કોઈનો સ્વભાવ અડવો ન જોઈએ. હળીમળીને રહેવું એ બરાબર છે, પણ શબ્દ સાંભળીને અંગ ન ફરવું જોઈએ. દૃઢ એટલે શેષનાગને માથે ખીલી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૪૯૩]

June 21, 1986. Surat. In the afternoon, at Purushottambhai’s house in Navchetan Society, Pramukh Swami Maharaj explained Vachanamrut Kariyani 7:

“To eat, drink, look, etc. while remaining within the commands of God is nivrutti (absence of activity). You may engage in activities of the whole world, but maintain sādhutā. We need to rid the attachment to one’s body. If someone tells us off, we may feel: when can I get even with him. But are we the body? One should not waste time in caring for the body. One should treat the body like shoes. If someone scolds us, we should tolerate it. The one who scolds us will regret later on. We are here to accomplish our goal. Therefore, do not become obstinate in any way. If someone else is wasting their time, we should not do the same. Rid oneself of vicious habits. That is what hinders us. Otherwise, Bhagwan will destroy our other internal instincts.

“The thread of devotion should not break. One should sing the cheshtha every day. When the arti bell rings, one should attend at once. One should read, but not waste time sitting idly. Mahatam Swami was not learned, yet he read the Vachanamrut and the Bhaktachintamani at every chance. Because of this niyam, he succeeded.

“In this Vachanamrut, Maharaj talks about the manifest form of God. One should have firm faith in the form of God on earth in human form. His actions are like ours - talking, walking, stomach hurts, gets scared - all of this is similar to us. One may have doubts about this. But whoever comes into his contact becomes nirgun. Even though he appears (like a human), he is not. If he commands us, we should not have second thoughts. Even if he commands us to put our hand in a lion’s den, one should not doubt.

“We have to remain together with everyone, yet remain different. Even while remaining among others, their nature should not touch us. It is good to remain together, but one should not lose their faith hearing others’ doubts.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/493]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase