॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૯: પરમ કલ્યાણનું

નિરૂપણ

તા. ૧૫/૭/૧૯૫૬, ગોંડલ. સવારે યોગીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૫૯ વચનામૃત વંચાવીને કહ્યું, “શું કીધું? મુદ્દો શું? ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. પૈસા, બૈરાં-છોકરાં એ કાંઈ કલ્યાણકારી નથી.

“અત્યારે ગામોગામ શંકરની આરતી ઊતરે, બ્રહ્માની આરતી ઊતરે, હનુમાનની આરતી ઊતરે છે... એ કરતાં કોણ અધિક? સંત. સાધુની મૂર્તિ ન હોય, એમ જૂના સંપ્રદાયવાળા ટીકા કરે છે. એ સંત માટે બાપા (મહારાજ) શું કહે છે? સંત ભવ-બ્રહ્માદિક કરતાં અધિક છે. આવો મહિમા સમજાય તો સેવા થાય કે નહીં? ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ શું? પ્રગટ મળ્યા તે.

“પ્રગટ મળ્યા તે પરમ કલ્યાણકારી છે. એથી ઉપરાંત કાંઈ કલ્યાણકારી નથી. સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે.

“સેવા શું? નવડાવવા, ધોવડાવવા, જમાડવા, થાળ કરવા, વાસણ ઊટકવાં, ફૂલ લાવવાં, હાર ગૂંથવા એ બધી સેવા ભવ-બ્રહ્માદિકને પણ મળતી નથી. બીજાને તો પત્તો લાગતો નથી. આ તો પૂર્વના બહુ પુણ્યે મળી છે. રાજકોટમાં ઘણા છોકરા છે. કોઈ આવે છે? બોલ-બેટ રમે છે, ફરે છે. કોઈ ઢૂંકડો ન આવે. આપણે આવીએ છીએ એ પૂર્વનું પુણ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૮૭]

July 15, 1956, Gondal. In the morning, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā II-59 read and said, “What was said? What is the main point? Only God and his Sant are redemptive - not wealth, women and children.

“Today, ārti of Shiva, Brahmā and Hanumān is performed in every village. Who is above all of them? The Sant. Some people in the sampradāy criticize us saying a Sadhu’s murti cannot be installed. What does Shriji Mahārāj say in favor of the Sant? The Sant is above the likes of Brahmā and other deities. If we understand his greatness, would we perform his service or not? We have attained the Sant of God. What does attainment mean? That we have attained the manifest form.

“The manifest form of God that we have attained is the most redemptive of all. There is no one that is more redemptive than him. Only one with great merits attain service of the Sant.

“What does service mean? Bathing him, feeding him, preparing his meals, washing his utensils, collecting flowers for him, offering him garlands - all of these types of service - even Shankar, Brahmā, etc. cannot attain. Others have no chance of this service. We have attained this service due to our great merits from past births.

“There are many children in Rājkot; however do any of them come here? They freely roam and play with a ball and bat. No one considers coming closer. That we come here is because of our great merits accumulated in past lives.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/87]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase