॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-76: An Angry Person, a Jealous Person, a Deceitful Person and an Egotistical Person
Nirupan
Pramukh Swami Maharaj was speaking on Vachanamrut Gadhada I-76 during the after discourse. When the words “I [God] compel him to forsake his preferences...” were read, one swami commented, “Today, Swamishri abides by the wishes of the devotees, therefore, no one has any problems.”
But Swamishri remarked, “Some day he might (compel a devotee). As long as the Satpurush remains within one’s preferences, one finds it suitable. But some day, he may steer the wheel this way and cause an accident. When that happens, one needs to remain composed. The greatest burden is to let go of one’s own whims of the mind. One may fast many times a month, one may donate millions or billions, one may spread satsang to others, but one who lets go of one’s own mind’s wishes is the best. Even the great carry this burden. One who wants to become a staunch devotees should read this and imbibe this Vachanamrut.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/225]
બપોરની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૭૬ના આધારે પ્રમુખસ્વામી મહારાજ વાતો કરવા લાગ્યા. તેમાં ભગવાન મનગમતું મુકાવે તે વિગત આવી ત્યારે એક સંત બોલ્યા, “આજ તો સ્વામીશ્રી ભક્તના ગમતામાં જ રહે છે એટલે વાંધો નથી આવતો.”
પરંતુ આ સાંભળતાં જ સ્વામીશ્રીએ કહ્યું, “કોક દા’ડો ભડાકો થાયેય ખરો. જ્યાં લગી ગમતામાં રહે ત્યાં લગી સારું રહે. પણ કો’ક દા’ડો સ્ટિયરિંગ આમેય મચેડી નાંખે ને એક્સિડન્ટ ખરેખરો કરી નાંખે. ભુક્કા બોલાવી દે. તે ઘડીએ આ સ્થિતિ રહેવી જોઈએ. મનગમતું મૂકવું એ મોટામાં મોટો ભીડો છે. મહિનાના ઉપવાસ થઈ જાય, સેવા મોટી લાખો-કરોડોની જબરજસ્ત કરી નાંખે, સત્સંગ કરાવી નાંખે, પણ મનનું મૂકી દે તે ખરો! મોટા મોટાને આ મનનો ભીડો છે. પાકા સત્સંગી થવું હોય તેણે આ વાંચવું ને ઉતારવું.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૨૨૫]