॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-7: An Iron Nail
Prasang
A Sant That is Greater than One’s Loved Ones
Tororo, Uganda. February 25, 1970. In the afternoon, Yogiji Maharaj was eating fruits that had been offered to Thakorji. The swami were sitting around Swamishri. Swamishri said to them, “Here, eat this prasadi.”
“Bapa, we will eat it later,” they said with the intent that Swamishri eats the fruits himself instead of distributing to others as he usually did.
“But what I give you is considered prasadi - its merit is special.” Swamishri answered in a way no one could argue.
One devotee then asked, “Bapa, are you not afraid of asking someone to give up their son to become a sadhu?”
“You probably do not know, but Shastriji Maharaj used to say I would even make the son of a king a sadhu!” Swamishri said showing his equality with his guru.
“The devotees would be hurt though (losing their son)...”
“Why would they be? If they love their son, do they not love us? Just read Vachanamrut Gadhada III-7. One should keep greater love for the Sant compared to one’s loved ones. Only Bhagwan and the Sant should be dear. If they ask for something, one should give it by explaining it. One should give their son by giving him understanding. They (sons) need someone to encourage them. We are the ones who will change their mind. If the parents tell their son ‘Please Swami (by becoming a sadhu). It is worth it’ then we will give him strength.”
[Brahmaswarup Yogiji Maharaj - Part 6/61]
સગાં-સંબંધી કરતાં અધિક સંત
ટરોરો, તા. ૨૫-૨-૧૯૭૦. બપોરે સ્વામીશ્રી ઠાકોરજીનો મેવો – ફળનો પ્રસાદ જમતા હતા. સંતો સ્વામીશ્રીને વીંટળાઈને બેઠા હતા. તેમને સંબોધતાં સ્વામીશ્રી બોલ્યા, “લ્યો, આ પ્રસાદી.”
“બાપા, પછી અમે લઈ લઈશું,” એમ કરી સંતોએ યોગીજી મહારાજને જમવાનો આગ્રહ કર્યો. કારણ સ્વામીશ્રી હમેશાં આ રીતે ફ્રૂટ વગેરે જે પ્રસાદ હોય એ બધાને વહેંચી દેતા. પણ પોતે જમવાનું ટાળતા.
“એમ ન હાલે. હું આપું તે પ્રસાદી ગણાય, તેનું ફળ જુદું.” સ્વામીશ્રીએ એવો તો જવાબ વાળ્યો કે કોઈ સામે દલીલ કરી શકે નહિ.
ભોળા જણાતા સ્વામીશ્રીની બોલવાની ચતુરાઈ એવી હતી કે સામાની વાણી જ બંધ થઈ જાય. એમના વિધાનમાં યુક્તિ હતી, અને એ યુક્તિ સૌને ભગવાનમાં જોડવા માટે જ હતી.
“બાપા, તમને સત્સંગીના દીકરાને સાધુ બનાવવા માંગતા બીક નથી લાગતી?” એક ભક્તે પૂછ્યું.
“તમને ખબર નથી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે રાજાનો કુંવર હોય તેનેય હું મુંડી નાંખું.” સ્વામીશ્રીએ ગુરુના વચનનું સમર્થન આપ્યું.
“બાપા, મા-બાપને તો દુઃખ થાય ને...”
“શા માટે થાય? એને દીકરામાં હેત છે તો અમારામાં હેત નથી? કાઢો છેલ્લાનું સાતમું. સગાં-સંબંધી કરતાં અધિક સંતને વ્હાલા રાખવા. સંત અને ભગવાન એ બે જ વ્હાલા. એ માગે તે તરત સમજાવી કરીને દઈ દેવું. દીકરાને સમજાવીને અર્પણ કરી દેવો. તેને પુષ્ટિ કરનાર જોઈએ. મન ફેરવનાર અમે છીએ. ‘જા, સ્વામીને રાજી કર. રાજીપો લીધા જેવો છે.’ એમ મા-બાપ કહે, તો આપણે બળ કરીએ.”
અસંખ્ય જીવો જ્યારે પ્રલય અગ્નિમાં નિત્ય હોમાય છે ત્યારે ગુણાતીત યજ્ઞમાં આહુતિ આપી, ગુણાતીતરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી, જીવનને સાર્થક બનાવવાનું, ગુણાતીત સંત સિવાય સમજાવવાની કોણ હિંમત કરી શકે? જેના હૃદયમાં જગત નથી, માયા નથી, પ્રપંચ નથી, એ જ આવું કહી શકે. બીજાની છાતી જ બેસી જાય.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૬/૬૧]