॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-17: Negative Influence in Satsang; Not Uttering Discouraging Words
Nirupan
February 18, 1978, Mumbai. During an illness, Pramukh Swami Maharaj explained one Vachanamrut. A pārshad read another Vachanamrut and Swamishri started to explain this one as well:
“There are people who speak negatively. For example, they say: ‘Can everything Maharaj said really be true?’ But how can Maharaj’s words be false? If we believe that ‘we have been in Satsang for so many years, yet we are still dry’ (i.e. we have not made any progress or have not changed) is talking without courage. One who falls back will make others fall back. One should not listen to the talk of those who see flaws of God or the Satpurush. They should be shunned. One may have renunciation, may preach, but if they speak discouragingly, then no matter how great he may be, one should leave their company. We cannot gain strength from them. If the general of the army speaks discouragingly: ‘Now we have lost. We will not win.’ Then all his soldiers will lose courage. But if he says, ‘Even if we have one man living, we want to win. Even if we are two, we are many!’ Then his army will fight.
“So that the seniors do not speak discouragingly, Maharaj called the seniors, such as Gopalanand Swami, before speaking. Everyone has love toward the seniors. If they speak, it bears weight. Therefore, seniors have to speak encouragingly. If someone fell back from satsang, Muktanand Swami spoke to them and gave them courage. Others would make them fall and they would even speak discouragingly about faith. They speak negatively about observing dharma-niyams. ‘Who obeys those types of commands? No one obeys them.’ That is how they speak as if they are omniscient and know how others behave. It is very surprising if seniors speak like this.
“It is merely because of Maharaj’s pity that we are able to sit here. Therefore, we should put effort in observing niyam-dharma. Does anyone speak discouragingly about eating? If something interests us, we do not speak about Maharaj’s pity. On our own, we enthusiastically go to wherever there is food to eat. Look at how determined Maharaj is about taking us forward. So, if we make others fall back, what can be said of that? If we fall back, we should not make others fall back. If we can’t do something, then leave it at that...”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/502]
૧૮/૨/૧૯૭૮, મુંબઈ. માંદગીમાં એક વચનામૃતનું નિરૂપણ કરી, પાર્ષદે બીજા વચનામૃતનો પાઠ કર્યો ત્યારે ફરી પ્રમુખસ્વામી મહારાજ આ વચનામૃતને સમજાવવા લાગ્યા:
“આ તો ઠીક છે. ‘મહારાજ લખી ગયા છે તે બધું કંઈ સાચું હોતું હશે?’ આવી મોળી વાતો કરનારા હોય છે. પણ મહારાજનાં વચન ખોટાં કહેવાય? આટલાં વરસથી રહ્યા છીએ છતાં કોરા છીએ તેમ માનવું તે હિંમત વગરની વાત કહેવાય. જે પાછો પડ્યો હોય તે બીજાનેય પાછા પાડે. જેને ભગવાનનો અને સંતનો અભાવ-અવગુણ આવ્યો હોય તેની વાત સાંભળવી જ નહીં. તેને નેવે જ મૂકી દેવો. ત્યાગ-વૈરાગ્ય રાખે, કથા-વાર્તા પણ કરે પણ જો મોળી વાત કરે કે ‘આમાં કંઈ મેળ આવશે નહીં.’ તો તે ગમે તેવો મોટો હોય કે નાનો હોય છતાં તેમની પાસેથી ઊભા જ થઈ જવું. તેથી આપણને બળ ન મળે. સેનાપતિ હોય તે લશ્કરને મોળી વાત કહે કે ‘હવે આપણે હારી ગયા. જિતાશે નહીં.’ તો લાખો સૈનિકો હોય તે ઢીલા પડી જાય. પણ જો બળભરી વાત કરે કે ‘ભલે આપણો એક માણસ પણ જીવતો હોય તો પણ આપણી જીત છે. આપણે બે હશું તોય ઘણાં છીએ.’ એમ બળની વાત કરે તો તેનું લશ્કર લડે.
“મોટેરાઓ હિંમત વગરની વાત ન કરે એટલા માટે મહારાજે વાત શરૂ કરતાં મોટેરા મોટેરા ગોપાળાનંદ સ્વામી વગેરેને બોલાવ્યા. મોટેરાને વિષે સૌને હેત-પ્રીત હોય. માટે તે કંઈક વાત કરે તેનું પ્રમાણ થાય. માટે તેણે તો હિંમત સહિત જ વાત કરવી. કથા-વાર્તાની ઝપટ બોલાવવી. કોઈનું મન પાછું પડી ગયું હોય તો મુક્તાનંદ સ્વામી તેને હિંમતની વાત કરે. બીજો તો પાછો પાડી દે, નિષ્ઠાની વાતોમાંય મોળી વાત કરી દે. ધર્મ-નિયમની વાતોમાં પણ મોળી વાત કરી દે. ‘એવું વચન કોણ પાળે છે? કોઈ પાળતું નથી.’ એમ જાણે બધાનો અંતર્યામી હોય તેમ વાત કરે. મોટેરો આવી વાત કરે તે આશ્ચર્ય કહેવાય.
“આ તો મહારાજની દયા થઈ છે તે અહીં બેઠા છીએ. માટે ધર્મ-નિયમ પાળવા પ્રયત્ન કરવો જ. જમવામાં કોઈ મોળી વાત કરે છે? આપણી જેમાં રુચિ હોય છે ત્યાં ભગવાનની દયાની વાત કરતા નથી. આપણી મેળે જ તે ખાવા-પીવા-ભોગવવા ઉત્સાહથી પહોંચી જઈએ છીએ. મહારાજને સૌને આગળ વધારવાની કેટલી ચાડ છે! પણ આપણે બીજાને ઢીલા પાડીએ તે કેવું કહેવાય! ‘હું મોળો પડ્યો તે બીજાને પાડું’ એમ ન કરવું. આપણાથી ન થાય તો કંઈ નહીં...”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૫૦૨]