॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-32: A Cactus Plant; Unhindered Bhakti
Nirupan
January 25, 1965, Mumbai. During the morning discourse, while explaining Vachanāmrut Gadhadā II-32, Yogiji Mahārāj said, “To recognize God and the Sant is knowledge. To think about their greatness is meditation.
“What is immense greatness? To become like Gunātit.
“What is knowledge of the manifest form? Harshadbhāi! Give the answer!”
Harshadbhāi replied, “You (āp) give the answer, Bāpā!”
Yogiji Mahārāj said, “Āp (I) won’t give the answer. You know the answer! The whole Satsang reads this Vachanāmrut but they misinterpret it. In this universe, many kids study. However, before they get a BA (Bachelor of Arts degree), they study at lower levels. How would they know about Akshar-Purushottam? The deficiencies of infinite births can only be eradicated by great merits of past births. It is difficult to understand [Swāminārāyan Bhagwān’s] supremacy. We have attained that same Shriji Mahārāj who resides in Akshardhām. That understanding is profound glory.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/720]
તા. ૨૫/૧/૧૯૬૫, મુંબઈ. સવારની કથામાં ગઢડા મધ્ય ૩૨ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “સંત ને ભગવાનને ઓળખવા તે જ્ઞાન. તેના મહિમાનો વિચાર કરવો તે ધ્યાન. અતિ મોટાઈ શું? ગુણાતીતરૂપ થાય તે. પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન શું? હર્ષદભાઈ! જવાબ દ્યો.” હર્ષદભાઈ કહે, “આપ દ્યો, બાપા!” યોગીજી મહારાજ કહે, “આપ નહીં દે. તમે જાણો છો. આખો સત્સંગ આ વચનામૃત વાંચે છે, પણ ક્યાંનું ક્યાં બેસાડે. આ બ્રહ્માંડમાં છોકરાં કેટલાંય ભણે છે. બી.એ. થાય, પણ પહેલો તો એક-બે થાય. અક્ષરપુરુષોત્તમનું ક્યાંથી ખબર પડે? અનંત જન્મની કસર પૂર્વનાં પુણ્ય હોય તો ટળે. સર્વોપરીની ગેડ બેસવી મુશ્કેલ. અક્ષરધામમાં જેવા સહજાનંદ સ્વામી છે, તેવા આપણને મળ્યા છે. તે વિશેષ ભાવ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૭૨૦]