॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada II-63: Gaining Strength

Nirupan

Samvat 1952. Mahuva. Bhagatji Mahārāj had Ganpatrām read Vachanāmrut Gadhadā II-63 and said, “This Vachanāmrut is about gaining strength. One is considered to have gained satsang when one recognizes the Satpurush and develops faith in him. But the degree to which one attaches to the Satpurush, that much strength is gained by the jiva. The indriyas and the antahkaran of such devotees with strength are controlled by the jiva itself; but the inclinations of the indriyas and antahkaran and the inclinations of the jiva are not separate. Whatever the jiva’s inclination is, that is the inclination of the indriyas and antahkaran - they become one. The jiva of one who as affection for God and the Sant and has faith in serving them, and possesses the nine types of bhakti immediately gains great strength. Therefore, there is no greater means to gain strength than to serve God and his Bhakta. Intense service, intense faith, and bhakti couple with the knowledge of his greatness - the strength the jiva gains from these three is not gained by knowing the discretion of the drashtā (the observer - jiva) and the drashya (the objects being observed) and behaving as the drashtā. Why? Mahārāj has explained further in the Vachanāmrut: ‘Much better than behaving as the ātmā is to stay within the fellowship of God and His devotees.’ I then became afraid, ‘What if by behaving as the ātmā, I cannot return to this body again?”’ Therefore, by arranging samaiyā, rās, festivals, Mahārāj kept his devotees close to him and taught them this type of bhakti. The great have also done likewise. Gunātitānand Swāmi also served the sick sadhus in many ways. I also served Swāmi by realizing his implicit commands to do sevā. There is no greater merit that to serve God’s devotees. One should understand the greatness of God’s devotees and serve them; but in no way should one develop a grudge against them and malign them.”

[Brahmaswarup Prāgji Bhakta: 411]

સં. ૧૯૫૨. મહુવામાં ભગતજીએ ગણપતરામ પાસે વચનામૃત ગઢડા મધ્ય ૬૩મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી, “આ વચનામૃત બળ પામવાનું છે. સત્સંગ તો જ્યારથી સત્પુરુષની ઓળખાણ થાય અને તેને વિષે નિષ્ઠા થાય ત્યારથી થયો ગણાય, પણ જેટલી શ્રદ્ધા સોતો એ જીવ સત્પુરુષમાં જોડાય છે તેટલો એનો જીવ બળને પામે છે. તેવા બળિયા હરિભક્તની ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિઓ જીવની દોરી જ દોરાય છે અને ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિ નોખી અને જીવની વૃત્તિ નોખી એવું રહેતું નથી. જીવની જે વૃત્તિ હોય તે જ ઇન્દ્રિયો-અંતઃકરણની હોય; એમ બંને એક થઈ જાય છે. માટે ભગવાન અને ભગવાનના સંત તેને વિષે જેને પ્રીતિ હોય અને તેની સેવાને વિષે જેને અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેવાનો જીવ તો તત્કાળ અતિશય બળને પામે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અતિશય સેવા, અતિશય શ્રદ્ધા અને માહાત્મ્યજ્ઞાને યુક્ત ભક્તિ – આ ત્રણ સાધનથી જીવ જેવો બળને પામે છે, તેવો તો દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક સ્થપાય અને કદાચ દ્રષ્ટારૂપ રહેવા માંડે તો પણ એવા બળને નથી પામતો. કારણ મહારાજે આગળ કહ્યું છે કે: ‘સત્તારૂપે રહેવું તે કરતાં પણ ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું તે અતિશય શ્રેષ્ઠ છે. અને રખે સત્તારૂપે રહીએ અને પાછો દેહ ન ધરાય?’ તે માટે મહારાજે સમૈયા, રાસ, ઉત્સવ યોજી પોતાના ભક્તોને અખંડ પોતાની પાસે જ રાખ્યા છે અને આવી રીતની ભક્તિ શિખવાડી છે. મોટા મોટાએ પણ એ જ કર્યું છે. સ્વામીએ માંદા સાધુની અનેક પ્રકારે સેવા કરી. અમોએ પણ જૂનાગઢમાં સ્વામીની અનુવૃત્તિ સાચવી અખંડ સેવા કરી છે. માટે ભગવાનના ભક્તની સેવા બરોબર કોઈ પુણ્ય નથી. ભગવાનના ભક્તનો મહિમા સમજી તેમની સેવા કરવી, પણ કોઈ રીતે તેમની સાથે આંટી તો પાડવી જ નહીં અને તેમનો દ્રોહ તો કરવો જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૧૧]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase