॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-6: One with Wisdom and One without Wisdom
Nirupan
The Measurement of Greatness
London, April 2, 1982. After his meal, Pramukh Swami Maharaj explained a point from Vachanamrut Gadhada I-6:
“All of us desire to be great, but one who serves is great. One with understanding is great and one who observes the niyam-dharma is great. One who sacrifices his head for Satsang is great. Whatever the Mota-Purush does is for the best and is supreme. We should not become too obsessed [with worldly matters]. We should be obsessed with attaining Akshardham.”
Swamishri revealed the measurement of greatness and the place for obsession.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4]
મોટપના માપદંડ
લંડન, તા. ૨/૪/૧૯૮૨ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ ભોજન કરવા બિરાજ્યા. ત્યારબાદ વચનામૃત ગઢડા પ્રથમ ૬નું રસપાન કરાવતાં તેઓએ કહ્યું:
“આપણે મોટપની ઇચ્છા રાખીએ છીએ પણ સેવા કરે તે મોટો. આવી સમજણ તે મોટો, નિયમ-ધર્મ પાળે તે મોટો. સત્સંગ અર્થે માથું દે તે મોટો. મોટાપુરુષ જે કરે તે સારા માટે, તે સર્વોપરી. આપણે કોઈ જાતનો આગ્રહ રાખવો નહીં. આપણો જીવ અક્ષરધામને પામે એ આગ્રહ રાખવાનો છે.”
મોટપના માપદંડ અને આગ્રહનાં સ્થાન સ્વામીશ્રીએ જણાવી દીધાં.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૯૨]