॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-60: Overcoming Difficulties; Being Loyal
Prasang
Samvat 1953, Junagadh. Harilālbhāi, Shivlāl Sheth’s grandson, had arranged for a month-long Satsangijivan pārāyan in Junagadh. Four purānis read the kathā in turn during the month. When the pārāyan ended, everyone was faced with a dilemma: which purāni’s pujan should be done first? Everyone discussed among themselves who it should be and had concluded that it should be the senior and experienced purāni Haridās. His pujan was going to be done first when the talk went to Harilālbhāi, who was known to speak his mind. He instantly said, “Whoever’s kathā was most effective should be honored first. By listening to Shāstri Yagnapurushdāsji’s kathā, I experienced great joy; moreover, everyone else also listened with keen interest. Therefore, his pujan should be done first.”
Those who bore malice started a turmoil. In order to insult Shāstriji Mahārāj and disparage his guru, Ghanshyāmdās stood up and said, “Today, the one who has made a tailor and a shoemaker his guru has become prominent; such is the adverse time.”
Shāstriji Mahārāj was still seated on the dais and gathering the pages of the scripture when Ghanshyāmdās made his retort. Shāstriji Mahārāj roared like a lion in defense, “The right to become a guru is not reserved for sadhus only. Mahārāj has said: as long as he continues to harbour vanity of his caste or āshram, he will never imbibe the virtues of a sādhu. (Gadhadā I-44) Where is your sādhutā if you identify a devotee of Bhagwān only by his caste due to your self-conceit? Prāgji Bhakta and Jāgā Bhakta have received the blessing of Gunātitānand Swāmi. Mahārāj will not tolerate such derogatory words spoken against them.” Ghanshyāmdās was subdued by Shāstriji Mahārāj’s defense and could not speak any further. The others also became silent.
After Shāstriji Mahārāj walked off the stage, he addressed the assembly again and said, “Only because of malice and to disparage Prāgji Bhakta and Jāgā Bhakta did this sadhu speak. However, many of the senior sadhus here know how Prāgji Bhakta and Jāgā Bhakta served Gunātitānand Swāmi and pleased him. If we truly know how great they were, yet we do not answer back in order to save our face, then we should be called vimukh according to Shriji Mahārāj’s words.” Shāstriji Mahārāj sat down having said that.
[Brahmaswarup Shāstriji Mahārāj: 1/179]
સં. ૧૯૫૩માં શિવલાલભાઈના પૌત્ર હરિલાલભાઈને સત્સંગિજીવનનું પારાયણ જૂનાગઢમાં બેસાર્યું હતું. સત્સંગિજીવનના આખા ગ્રંથની કથા ચાર પુરાણી વાંચે ત્યારે એક માસમાં સારી રીતે નિરૂપણ સાથે પૂરી થાય. એટલે પ્રથમ પુરાણી તરીકે પુરાણી હરિદાસ બેસતા, પછી ગોપીનાથદાસ, પછી શાંતાનંદ બ્રહ્મચારી અને છેલ્લો વારો સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસનો (શાસ્ત્રીજી મહારાજનો) હતો.
કથાનો પ્રારંભ પુરાણી હરિદાસજીએ કર્યો. ત્રણ પુરાણી બદલાયા અને ચોથો વારો સ્વામીશ્રીનો આવ્યો. દરેક અધ્યાયનું સુંદર અને સ્પષ્ટ નિરૂપણ, સાથે સાથે વચનામૃત, સ્વામીની વાતો, ગીતા, ભાગવત, શ્રુતિઓ વગેરેનો આધાર અને જૂનાં જૂનાં આખ્યાનોથી કથાનો સ્વામીશ્રીએ એવો તો રંગ જમાવ્યો કે આખી સભા સ્તબ્ધ થઈ ગઈ! શેઠને પણ સ્વામીશ્રીની કથાથી બહુ જ આનંદ થયો. સંપ્રદાયનું બંધારણ, તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ વગેરે ઘણું જ જાણવાનું મળ્યું.
બીજે દિવસે કથા શરૂ થઈ. શેઠને ઉતારે ખબર મોકલ્યા કે કથાનો પ્રારંભ થયો છે માટે પધારો. ત્યારે તેમણે કહ્યું, “ચોથા પુરાણી યજ્ઞપુરુષદાસ શાસ્ત્રી કથા વાંચવા બેસે ત્યારે મને બોલાવવા આવજો.”
આમ એક માસની કથા ચાર પુરાણીઓએ વારાફરતી વાંચી અને પારાયણ પૂરુ થયું. “હવે પાટ ઉપર બેસારીને પ્રથમ પૂજન કોનું કરવું?” એ પ્રશ્ન અંદર અંદર સૌને થયો. પુરાણી હરિદાસ જેવા વૃદ્ધ અને અનુભવી પુરાણીનું જ પ્રથમ પૂજન થવું જોઈએ - એમ સૌ માનતા હતા અને એમ થવાનું હતું. છતાં શેઠની પાસે આ વાત ગઈ, તેથી તેમણે તો તરત જ કહી દીધું, “જેની કથાથી સૌને વિશેષ સમાસ થયો હોય તેનું પૂજન પહેલાં કરવું. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની કથાથી મને તો બહુ જ આનંદ થયો છે અને વળી સૌ સભાજનો પણ તેમની કથા રસથી સાંભળતા. તેથી તેમનું પ્રથમ પૂજન થવું જોઈએ.”
શેઠના આ શબ્દોથી દ્વેષીઓને ઉકળાટ થયો. સ્વામીશ્રીનું અપમાન કરવા અને તેમના ગુરુની જાત બતાવી હલકા પાડવા, ઘનશ્યામદાસ ઊભો થયો અને સભામાં બોલવા માંડ્યો, “આજે તો જેણે દરજી અને મોચીને ગુરુ કર્યા છે તે આ સભામાં મોટા થયા છે, એવો વિપરીત કાળ આવ્યો છે.”
આ સાંભળી સ્વામીશ્રી, જે હજુ વ્યાસપીઠ ઉપર કથા પૂરી કરી પુસ્તકનાં પાનાં બાંધતા હતા, તેમણે કહ્યું, “ગુરુ થવાનો અધિકાર કાંઈ એકલા ભગવાંધારીઓએ જ રાખ્યો નથી. મહારાજે તો કહ્યું છે કે જ્યાં સુધી વર્ણ-આશ્રમનું માન રહે છે ત્યાં સુધી સાધુપણું આવતું નથી.† માટે દેહાભિમાનને યોગે ભગવાનના ભક્તમાં જાતિભાવ પરઠો છો તેથી સાધુપણું છે જ ક્યાં? પ્રાગજી ભક્ત અને જાગા ભક્ત જેવા સ્વામીના અતિ કૃપાપાત્ર ભક્તોને વિશે આવો ભાવ લાવી કુત્સિત શબ્દો બોલો છો તે મહારાજ નહિ સહન કરે.” એમ સિંહગર્જના કરી. તેથી ઘનશ્યામદાસ દબાઈ ગયો અને કાંઈ બોલી શક્યો નહિ. બીજા સાધુ પણ શાંત થઈ ગયા.
પછી વ્યાસપીઠ ઉપરથી નીચે ઊતરીને સભામાં ઊભા રહીને સ્વામીશ્રીએ કહ્યું, “આ જૂનાગઢના મંદિરમાં પ્રાગજી ભક્તે તથા જાગા ભક્તે સ્વામીની જે સેવા કરી રાજીપો મેળવ્યો છે તે અહીંના ઘણાખરા સદ્ગુરુઓ જાણે છે, પરંતુ કેવળ રાગદ્વેષથી, સ્વામીના આ બંને કૃપાપાત્ર શિષ્યોને હલકા પાડનારા શબ્દો આજે આ સભામાં આ સાધુ બોલ્યા છે. માટે આ બંને ભક્તોને ભગવાનના ખરા ભક્ત જો આપણે જાણતા હોઈએ, પણ આપણી સારપ્ય રાખવા સારુ જો એમનું ઘસાતું બોલતા સાંભળી રહીએ, તો મહારાજના વચન પ્રમાણે વિમુખ કહેવાઈશું.” એટલું કહી પોતે બેસી ગયા. એટલે સદ્ગુરુ સ્વામી બાલમુકુન્દદાસજી તથા પુરાણી હરિદાસ વગેરેએ તે સાધુને ઘણો જ ઠપકો આપ્યો.
પછી હરિલાલ શેઠ સ્વામીશ્રીનું પ્રથમ પૂજન કરવા ઊભા થયા, પરંતુ સ્વામીશ્રીએ બહુ જ વિનયપૂર્વક ના કહી અને પુરાણી હરિદાસ તથા ગોપીનાથદાસને પાટ ઉપર બેસારી તેમનું પ્રથમ પૂજન કરાવ્યું. પછી બ્રહ્મચારી શાંતાનંદજીનું અને પછી પોતાનું એમ ક્રમ પ્રમાણે પોતે પૂજન કરાવ્યું.
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૧૭૯]