॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-16: The Vow of Fidelity
Prasang
On the morning of August 27, 1982, Pramukh Swami Maharaj spoke on Vachanamrut Gadhada III-16, “Sitaji was devoted to Ramchandraji with the vow of fidelity. She kicked Ravan’s riches aside.” Then, Swamishri briefly described the wealth of Lanka and addressed a youth sitting in the assembly, “If you want gold, go there (to Lanka), but if you want God, come here.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/543]
પ્રમુખસ્વામી મહારાજે તા. ૨૭/૮/૧૯૮૨ની સવારે જનસમુદાય પર વચનામૃત ગઢડા અંત્ય ૧૬ વરસાવતાં કહ્યું, “સીતાજીને રામચંદ્રજી વિષે પતિવ્રતાની ભક્તિ. રાવણની સાહ્યબીને ઠોકર મારી દીધી...” આટલું કહી તેઓ સોનાની લંકાનું અલ્પ વિવરણ કરતાં સામે બેઠેલા એક યુવાનને ઉદ્દેશી બોલ્યા, “તારે સોનું લેવું હોય તો ત્યાં જજે અને ભગવાન જોઈએ તો અહીં આવજે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૪૩]