॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-8: Ekādashi; ‘Gnān-Yagna’; ‘Antardrashti’
Nirupan
April 3, 1959, Advāl. On the day of Ekādashi, the devotees from Advāl were seated in the afternoon discourse. The Vachanāmrut Gadhadā II-8 was being discussed. Swāmishri said, “Just as one offers barley seeds and sesame seeds as sacrifice in a yagna, one should sacrifice the inclination of one’s indriyas. Which yagna? How should one perform it? Can one perform it for free or does one have to spend money? What does sacrificing mean? It means that one has completely immersed oneself in the form of God. The gopis used to say, ‘I am Krishna, I lifted the Govardhan mountain.’ Thus, one attains such oneness with God and becomes immersed in the form of God. Sacrificing the inclination of our indriyas in the form of Gunātit is yog-yagna (association through sacrifice). What does sacrificing mean? It means the inclination of the indriyas become the form of Gunātit. We gain the fruit of the yagna when all our indriyas become the form of the Sant... Gnān-yagna is when one acts introspectively. Discourses of God is gnān-yagna. What is the fruit of education? We get a job. The fruit of yagna is the realization of God.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/533]
તા. ૩/૪/૧૯૫૯, અડવાળ, એકાદશી. બપોરે કથામાં અડવાળના હરિભક્તો સૌ બેઠા હતા. વચનામૃત ગઢડા મધ્ય ૮ વચનામૃત ઉપર વાત ચાલતી હતી. સ્વામીશ્રી કહે, “યજ્ઞમાં જવ, તલ હોમે તેમ આપણે ઇન્દ્રિયોની વૃત્તિઓને હોમવી. કયો યજ્ઞ? કેમ થાય? મફત થાય છે ને? કે પૈસા ખરચવા પડે? હોમ્યું એટલે શું થયું? એ રૂપ પામી ગયો. ગોપી કહે, ‘હું કૃષ્ણ, ગોવર્ધન મેં તોળ્યો...’ એમ આપણે તદ્વત ભાવને પામી જઈએ. તો એ રૂપ થઈ જઈએ... ઇન્દ્રિયોની વૃત્તિ ગુણાતીત સ્વરૂપમાં હોમવી એ યોગયજ્ઞ. હોમવી એટલે? એ રૂપ થઈ ગયો, ગુણાતીતના આકારે વૃત્તિઓ થઈ જાય. એ ભાવને પામી જાય. સંત આકારે વૃત્તિઓ થઈ જાય ત્યારે ફળ પ્રગટ થાય... અંતર્દૃષ્ટિએ વર્તવું તે જ્ઞાનયજ્ઞ. કથાવાર્તા એ જ્ઞાનયજ્ઞ છે... ભણ્યાનું ફળ શું? નોકરી મળે. યજ્ઞનું ફળ સાક્ષાત્કાર દર્શન થાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૩]