॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૦: આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું, પાંચ ખાસડાંનું

નિરૂપણ

સંવત ૧૯૪૫, ભાદરોડ. ભગતજીએ સારંગપુર ૧૦મું વચનામૃત વંચાવ્યું અને કહ્યું, “અંતરમાં જ્યારે ભગવાન દેખાય છે અને મૂર્તિનું સુખ આવે છે ત્યારે એવો આનંદ આવે છે કે વર્ણવી શકાય જ નહીં, પણ સહજ દૃષ્ટાંત દઉં છું – એક રાજાનો કુંવર શિકાર કરવા ગયો હતો. રસ્તામાં બહુ તરસ લાગી તેથી કૂવે પાણી પીવા ગયો. કૂવો ખૂબ જ ઊંડો અને અંધારો. તેથી પાણી કાઢતાં પોતાનો લાખ રૂપિયાનો હીરાજડિત વેઢ કૂવામાં પડી ગયો. પછી તો તેણે ગામમાંથી તારા બોલાવ્યા. અને કોઈને હજાર, કોઈને બે હજાર, કોઈને પાંચ હજાર આપવાનું કહ્યું. પછી એક હોશિયાર તારો કહે, ‘રૂપિયા દસ હજાર લઉં.’ એટલે કુંવરે કબૂલ કર્યું, તે તારો મોઢામાં તેલનો કોગળો ભરીને કૂવામાં ઊતર્યો અને પાણીમાં જઈને તેલનો કોગળો કર્યો. તે અજવાળું થયું અને વેઢ મળી ગયો તે તારાને વેઢ લઈને ઉપર આવતાં દસ હજાર મળશે તેનો જે આનંદ થાય! પણ પાણીમાં છે ત્યાં સુધી એ આનંદ કોને બતાવે અને કોને કહે? મનમાં ને મનમાં બસ મલકાય અને છાતી હર્ષથી પહોળી થાય. તેમ ભગવાન સામું જુએ છે ત્યારે એવો આનંદ થાય છે, જે કોઈને કહેવાતો નથી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૯૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase