॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

નિરૂપણ

ગઈકાલે મુસાફરીનો થાક (મોરિશીયસથી નૌરોબી પધારતાં), ઉપવાસનો શ્રમ અને મધરાતનો ઉજાગરો વેઠવા છતાં તા. ૧૦/૧૨/૧૯૭૪ના રોજ સ્વામીશ્રી સમયસર પરવારી ગયેલા અને જાણે કથારસથી જ પારણાં કરતા હોય તેમ સતત એંશી મિનિટ સુધી ગઢડા મધ્ય પ્રકરણના ૨૮મા વચનામૃત પર વાતો કરતાં જણાવ્યું કે:

“અનંત જન્મથી મનધાર્યું કરતાં આવ્યા છીએ. આ જન્મે ગુરુમુખી થવું તો શાંતિ મળે. ભક્તો આંગણે આવ્યા છે તો સેવા કરજો. ‘આવો શેઠ ને નાંખો વખારે’ એમ નહીં. ભક્તની સેવા મહિમાથી કરે તે ભક્તિ. અતિ રૂડું થાય તે જીવનું રૂડું થાય એ. ભગવાન સાથે ભક્તની સેવા કરવાની છે. ઘણા કહે છે કે: ‘મહારાજ સાથે ગુણાતીતની મૂર્તિ ન જોઈએ.’ હોય તોય કાઢી નાંખે. મહારાજ સાથે માણકી ઘોડીને પૂજે. લીંબડો કડવો પણ તેને પગે લાગે. પથરો માથે અથડાય તો લોહી નીકળે તોય તેને પગે લાગે. ને સંત તેવા પણ નહીં?! બધા વચનામૃત વાંચે છે પણ દીવા તળે અંધારાં જેવું થાય છે. શાસ્ત્રીજી મહારાજ આવ્યા ને વાત સમજાવી. આપણે બેઠા છીએ તો તે ભગવાનના અક્ષરધામમાં જ આ બેઠા છીએ. ભક્તો બેઠા છે ને મહારાજ વાત કરે છે. અક્ષરધામમાં મહારાજ સમીપે બેઠા છીએ. ભગવાનના ધામમાંથી પડે એટલે સત્સંગમાંથી પડી જાય. આવું અક્ષરધામનું સુખ છે તેમાંથી નીકળી જાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૫૫૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase