વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૩

પ્રસંગ ૧

ઈ. સ. ૧૯૭૦માં યોગીજી મહારાજ આફ્રિકાના પ્રવાસે હતા. ત્યાં કેન્યા ડેરીની દૂધ-યોજનાનું દૂધ કાગળના જાડા પેકેટમાં આવતું. તા. ૧૩મીએ કથા પ્રસંગમાં દૂધની વાત નીકળી. તરત સ્વામીશ્રીએ પૂછ્યું, “કાગળમાં દૂધ કેવી રીતે આવે? અમને બતાવો.”

ભાસ્કરભાઈ દૂધનું એક પેકેટ લઈ આવ્યા. તે જોઈ યોગીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, “દૂધ ગાળીને ભર્યું હશે? પેકેટમાંથી દૂધ કેવી રીતે નીકળે?” તેઓએ પુનઃ આતુરતાથી પૂછ્યું.

ભાસ્કરભાઈએ પેકેટનો ખૂણો કાપ્યો ને દૂધની ધાર થઈ.

“હા, ભઈ!” તેઓ બાળકની જેમ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “આ ન જોયું હોત તો આપણું શું થાત? આફ્રિકા બે વખત આવેલા પણ આ જોયેલું નહીં.”

પછી કહે, “કાઢો પ્રથમનું ત્રીજું. લીલાચરિત્ર સંભારી રાખવાનું વચનામૃત.” પછી વાત કરી, “પડીકાં લીધાં ને તોડ્યાં. આ બધી લીલા સંભારી રાખવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૩૬]

 

પ્રસંગ ૨

તા. ૧૦/૧૨/૧૯૬૭ના રોજ મુંબઈમાં સવારે ૮.૦૦ વાગ્યે આ વચનામૃત ગઢડા પ્રથમ ૩નું નિરૂપણ યોગીજી મહારાજ કરતા હતા. તે વખતે અર્જુન ભગત બ્યુગલ લઈને આવ્યા. તે જોઈ યોગીજી મહારાજ કહે, “બિંગલ (બ્યુગલ) વગાડો.” એમ કહી બે વખત તે વગાવડાવ્યું.

પછી યોગીજી મહારાજ બોલ્યા, “આ બિંગલ વગડાવ્યું, તે લીલાચરિત્ર સંભારવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૮૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ