વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૨૬

યોગીજી મહારાજના જીવન સાથે પણ આ વચનામૃતની એક સ્મૃતિ સંકળાયેલી છે. તા. ૨૧/૧/૧૯૬૪ની સવારે યોગીજી મહારાજ આ વચનામૃત ગઢડા પ્રથમ ૨૬ સમજાવી રહેલા. આ વચનામૃતના વર્ણનમાં આવે છે કે શ્રીજીમહારાજ ‘બપોરના સમે’ બિરાજમાન હતા. તે પર યોગીજી મહારાજ બોલ્યા, “મહારાજ જમીને તરત બેઠા હશે. આરામની ક્યાં વાત? મહારાજ આરામ લે તો બ્રહ્માંડ ઊંધું પડી જાય... હવે કારણની વાત કરશે.” એમ કહી વચનામૃત આગળ વંચાવ્યું, પરંતુ તેમાં ‘કારણ’ જેવી વાત ન આવી.

તેથી કહે, “લાવો વચનામૃત. કારણનું ન આવ્યું.” પછી પોતે વચનામૃત લઈ તપાસવા માંડ્યા. હર્ષદભાઈએ ચશ્માં આપ્યા. પછી વાંચ્યું. અંતે બોલ્યા, “આ સૂક્ષ્મ વાત કરી છે. કારણ શરીરનું નામ નથી પાડ્યું. પણ હૃદયમાં ભગવાન દેખાય ત્યારે કારણનો નાશ થાય એમ સમજવું. આ મોટા પુરુષે વાત કરેલી છે. ઇતિ વચનામૃતમ્.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ