વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૭

તા. ૧૮/૮/૧૯૫૬, શનિવારના રોજ આ વચનામૃત સાથે સંલગ્ન એક વાત કરતાં યોગીજી મહારાજ કહે, “કુંકાવાવના દામોદર ભક્ત હતા. તેમણે સભામાં છેલ્લાનું ૭મું વચનામૃત વાંચવામાં કાંઈ ગડબડાટ કર્યો. ત્યાં સભામાં મહારાજના મળેલા ગીલા ભક્ત કે જે નિરાવરણ દૃષ્ટિવાળા હતા તે બેઠેલા. તે કહે, ‘કથા વાંચવામાં ગરબડાટ કર્યો ને મહારાજ, સ્વામી ચાલ્યા ગયા.’ માટે કથામાં મહારાજ, સ્વામી, સંતો પ્રગટ બિરાજતા હોય તો તેમની મર્યાદા રાખી, સભામાં શાંતિ રાખવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૯૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ