વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૨૮

વિ. સં. ૧૯૨૧ મહેળાવથી ધોલેરા જતાં રસ્તામાં સૌ સાધુ, પાળા, હરિભક્તને પ્રાગજી ભગત ભગવાના અને સાધુના મહિમાની વાતો કરતા હતા. તે સાંભળી માન ગઢવી બોલ્યા, “પ્રાગજી! નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે?” ત્યારે ભગતજી મહારાજે કહ્યું, “હું નથી કહેતો મુક્તાનંદ સ્વામી કહે છે.” એમ કહી મુક્તાનંદ સ્વામીના કીર્તનની કડી બોલ્યા, “‘મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ...’ સાધુના અંતરમાં ભગવાન રહ્યા છે અને ભગવાનના ઉરમાં સાધુ રહ્યા છે. માટે ભગવાનનો મહિમા એમાં સાધુનો મહિમા આવી જાય અને સાધુનો મહિમા કહીએ તેમાં ભગવાનનો મહિમા આવી જાય. બાકી તો અજ્ઞાન હોય ત્યાં સુધી સંત અને ભગવાન જુદા મનાય. ગઢડા મધ્ય ૨૮ના વચનામૃતમાં મહારાજે આ રહસ્ય સમજાવ્યું છે.” માન ગઢવી આ સાંભળી મૂંગા થઈ ગયા!

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૦૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ