વચનામૃત પ્રસંગ

કારિયાણી ૧૨

જૂનાગઢ મંદિરની વાડીમાં બોરડીઓ ખોદવાનું કામ ચાલે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. સૌને કહ્યું, “મૂળિયાં મારી પાસે લાવજો.” સ્વામીશ્રી મૂળિયું હાથમાં લઈ બોલે, “આનું કારણ શરીર બળી ગયું.” ત્યાં તો સ્વામીશ્રીની આંખોમાંથી તેજ છૂટે અને મૂળિયાં પર પડે. બોરડીનાં મૂળિયાંનાં કારણ શરીર સ્વામીશ્રીએ આવી રીતે બાળી નાખ્યાં તેથી જાગા ભક્તે પૂછ્યું, “સ્વામી! કારણ શરીર તો મહારાજના સ્વરૂપનું ધ્યાન કરવાથી અને તેમનાં વચન પાળવાથી બળે છે એમ મહારાજે લખ્યું છે. તો આ બોરડીનાં ઠૂંઠાંએ કારણ શરીર બાળવા શું સાધન કર્યાં?”

તે સાંભળી સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું, “ભગવાન કે મોટાપુરુષ જ્યારે અન્યથાકર્તું શક્તિ વાપરે ત્યારે સાધનની જરૂર રહે નહીં.”

સ્વામીશ્રીના આ વચનથી જાગા ભક્તને અંતરમાં થયું કે: અહો! બોરડીનાં પણ અહોભાગ્ય કે સ્વામીશ્રીની તેના ઉપર દૃષ્ટિ પડી ગઈ!

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૨/૧૩૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ