વચનામૃત પ્રસંગ

કારિયાણી ૧૧

પ્રસંગ ૧

કારિયાણી પ્રકરણનું અગિયારમું વચનામૃત વંચાવતાં વાત આવી કે: “એવો ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે.”

એ સાંભળી ઈશ્વરભાઈ દેસાઈ વચમાં બોલ્યા, “બાપા! ત્યારે મૂર્તિ તો જૂનાગઢમાં ગઈ.” (અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ રહેતા એટલે)

“અત્યારે તમારી ભેળી જ છે.” યોગીજી મહારાજે ઈશ્વરભાઈની કલ્પનાને દોઢસો વર્ષ નજીક લાવી જણાવ્યું કે “મહારાજ પ્રગટ જ છે, તમારી ભેળા જ છે.”

યોગીજી મહારાજનાં આવા ત્વરિત કથનથી સભામાં પ્રતીતિ સાથે આનંદનું મોજું ફરી વળ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૧]

 

પ્રસંગ ૨

તા. ૧૬/૪/૧૯૬૧, પરદેશથી પધારતા ભક્તોનું મુંબઈ બંદરે પ્રમુખસ્વામી, કોઠારી હરિજીવનદાસ વગેરે સંતો-ભક્તોએ સ્વાગત કર્યું. કપોળ વાડીમાં સૌનો ઉતારો હતો. યોગીજી મહારાજ યાત્રામાં પધારતા ન હોવાથી રેકોર્ડેડ કૅસેટ દ્વારા પોતાનો સંદેશો મોકલ્યો હતો, જે સૌ હરિભક્તોને સંભળાવ્યો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે: “વચનામૃત કારિયાણી ૧૧ પ્રમાણે આજ્ઞાથી જનાર સાથે મૂર્તિ ભેળી જ છે. દિવ્ય સ્વરૂપે સ્વામી-શ્રીજી તથા શાસ્ત્રીજી મહારાજ સાથે જ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ