॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રામ ભગવાન

અવતારો

રામ વિષ્ણુના મુખ્ય દશ અવતારોમાંનો સાતમો અવતાર છે. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. ઈશ્વરચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે.

મહર્ષિ પુલત્સ્યના પૌત્ર રાક્ષસરાજ રાવણથી પૃથ્વી અધર્મના ઉપદ્રવથી દુઃખી થઈ ગઈ. તેને ઉગારવા મર્યાદા પુરુષોત્તમ રામ મહારાજ દશરથ ને રાણી કૌશલ્યાના પુત્રરૂપે ચૈત્ર સુદિ નોમના દિવસે રામચંદ્રજીએ અયોધ્યામાં પ્રગટ થયા. ૧૬ વર્ષ સુધી કુલગુરુ વસિષ્ઠ પાસે શિક્ષણ મેળવ્યું. રાક્ષસી તારકાનો વધ કર્યો. શંકરના ધનુષ્યને તોડી મિથિલાકુમારી સીતાને પરણ્યા. કૈકેયીને દશરથે આપેલા વરદાનને કારણે રામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો. વનમાં સીતાજીનું રાવણ વડે અપહરણ થયું. રાવણના વધ માટે અને સીતાને પરત લાવવા માટે ‘રામ’ નામ અંકિત પથરા વડે દરિયા પર સેતુની રચના કરાવી. વાનરોની સહાય વડે રાવણ સાથે યુદ્ધ કર્યું. રાવણનો સંહાર કર્યો. લગભગ ૧૧,૦૦૦ વર્ષ સુધી રામરાજ્ય રહ્યું.

શ્રીરામ આદર્શ પુરુષશ્રેષ્ઠ હતા. આદર્શ પતિ, આદર્શ રાજા હતા. એક વચન અને એક પત્ની. આવું તેમનું નિષ્કલંક જીવન આજે પણ આપણો આદર્શ છે.

વાલ્મીક ઋષિ રચિત રામ ભગવાનનું જીવન ‘વાલ્મીકી રામાયણ’ તરીકે પ્રસિદ્ધ છે. ભારતવર્ષના શ્રેષ્ઠ સંતકવિઓમાં તુલસીદાસ પણ રામના એક શ્રેષ્ઠ ભક્ત હતા, જેમણે રામ ભગવાનનું જીવન રચ્યું, તે ‘તુલસી રામાયણ’ તરીકે આજે પ્રસિદ્ધ છે.

રામ ભગવાનનાં બીજાં નામ: રઘુનાથજી, રામચંદ્રજી, મર્યાદા પુરુષોત્તમ, દશરથ નંદન, વગેરે.

Rām Bhagwān

Avatars

Ram is the seventh of the ten major avatār of Vishnu. In terms of entities, Ram is considered an ishwar entity, which are capable of incarnation when Parabrahma Purushottam Narayan enters the ishwar.

The earth was being terrorized by the demonic Ravan, the grandson of Maharshi Pulatsya. To free the earth from his tyranny, Ram was born to King Dashrath and Queen Kaushalya on Chaitra sud 9 in Ayodhya. He acquired knowledge from the family guru Vasishtha at 16 years of age. He slayed the demon Tarka and broke Shankar’s bow in a contest, which won him Sitaji’s hand in marriage in Mithila. Consequently, he accepted 14 years of exile in the forest in order to fulfill Kaikeyi’s boon granted to her by King Dashrath. In the forest, Sitaji was abducted by Ravan. To bring her back, Ram crossed the ocean leading to Lanka by writing the name ‘Ram’ on rocks and building a bridge across the ocean. With the help of an army of monkeys, he fought Ravan and slayed him. His rule lasted approximately 11,000 years.

Shri Ram was an ideal man, an ideal husband, and an ideal king. He lived by the mantra: One word, one wife, meaning, if he gave his word, he would never fall back.

Ram Bhagwan’s life story is captured in the Ramayan, an epic scripture written by Valmik Rushi. Of the great saintly poets in Bharat, Tulsidas was among the devotees of Bhagwan Ram, and he has also written the Tulsi Ramayan.

Other names of Ram Bhagwan: Raghunathji, Ramchandraji, Maryada Purushottam, Dashrath Nandan, etc.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase