॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અયોધ્યાપ્રસાદજી

સત્સંગી ભક્તો

અયોધ્યાપ્રસાદજી મહારાજ ઉત્તર પ્રદેશના છપૈયા ગામના હતા. તે મહારાજના ભાઈ રામપ્રતાપજીના પુત્ર હતા અને અમદાવાદ દેશની ગાદીના પ્રથમ આચાર્ય હતા. તે નિર્માની સ્વભાવના અને સાધુવૃત્તિવાળા હતા. નિયમ પાલનમાં ચુસ્ત હતા. મહારાજની કૃપાથી આત્મનિષ્ઠા આદિક સદ્‌ગુણો કેળવ્યા હતા. પૂજામાં એક વાર વીંછી કરડ્યો તો પણ ધ્યાનમાંથી ચલિત થયા ન હતા.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે તેમને પૂજ્યભાવ હતો. અયોધ્યાપ્રસાદજી મહારાજને તેર ઉપવાસ થયા હતા અને ઘણી અશાંતિ હતી. તે વખતે તેમણે ગુણાતીતાનંદ સ્વામીનું હાથી ઉપર સન્માન કરીને અમદાવાદમાં પધરાવેલા અને મહારાજની સર્વોપરીપણાની વાતો કરાવેલી. તેથી તેમને શાંતિ થયેલા. તેમને સ્થાપત્યનો પણ સારો શોખ હતો. તેથી અમદાવાદ મંદિરની હવેલીનું કામ તથા ડુંગરપુર, ઇડર, જેતલપુર, સિદ્ધપુર, માંડવી, કચ્છ અને છપૈયા વગેરે સ્થળોએ સુશોભિત મંદિરો તેમણે કરાવરાવ્યાં હતાં.

Ayodhyāprasādji

Satsangi Bhaktas

Ayodhyāprasādji Mahārāj was from the village of Chhapaiyā located in Uttar Pradesh. He was the son of Shriji Maharaj’s elder brother Rāmpratāpji. Maharaj appointed him as the first āchārya of the Amdavad diocese. He was humble and possessed the qualities of a sādhu. He was steadfast in observing niyams. He developed ātma-nishthā and other virtues. Once during puja, a scorpion stung him, yet he did not flinch during his meditation.

He revered Aksharbrahma Gunatitanand Swami. Once, Ayodhyāprasādji Mahārāj had to fast for 13 days and experienced disturbance. He had honored Gunatitanand Swami on an elephant and welcomed him to Amdavad to talk about the supremacy of Shriji Maharaj. He felt much peace after this. He liked architecture and he had the haveli of Amdavad mandir constructed. He also had mandirs constructed in Dungarpur, Idar, Jetalpur, Siddhapur, Māndavi, Kachchha, Chhapaiyā, and other places.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૬૨

  ગઢડા અંત્ય-૧૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase