॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પર્વતભાઈ

સત્સંગી ભક્તો

જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલા અગતરાઈ ગામના કણબી હરિભક્ત પર્વતભાઈ રામાનંદ સ્વામીના આશ્રિત હતા. શ્રીહરિનાં દર્શન થતાં જ એમને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય થઈ ગયેલો. શ્રીહરિ ઘણી વાર કાઠી હરિભક્તોને કહેતા, “સોરઠ દેશમાં પર્વતભાઈ જેવા હરિજન કોઈ નહીં.” મહારાજની પ્રત્યક્ષભાવથી માનસી કરતા. સંતો ખટરસના વર્તમાન પાળે તો પોતે પણ તે વ્રત પાળતા. આવી સંતો પ્રત્યેની આત્મબુદ્ધિ હતી. દેહનો અનાદર અને દાસત્વભક્તિ જેવા ગુણો પણ સહજ હતા. મહારાજે તેમને પોતાના સ્વરૂપમાં ચોવીસ અવતારોનાં દર્શન કરાવેલાં. એક વાર શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું હતું કે અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ અને ગોરધનભાઈ છે, જે પોતાના આત્માને અક્ષરરૂપ માનીને ત્રણે અવસ્થામાં અમને નિરંતર દેખે છે.

Parvatbhāi

Satsangi Bhaktas

Parvatbhāi was a kanabi (farmer) devoteed from Agatrāi, located in Keshod district of Junāgadh. He was initially a devotee of Rāmānand Swāmi. Upon his first darshan of Shriji Maharaj, he realized Maharaj was the supreme God. Maharaj often told the kāthi devotees, “There is no devotee in Sorath like Parvatbhāi.” Parvatbhāi did Maharaj’s mānsi (mental worship) as if he was manifest. Whenever Maharaj’s sadhus refrained from eating foods with the six types of tastes, he also observed the same. He disregarded his body and was totally subservient to Maharaj and his devotees. Maharaj gave him the divine darshan of the 24 avatārs from his murti. Once, Maharaj told Muktānand Swāmi and Brahmānand Swāmi that my true devotees are Parvatbhāi and Gordhanbhāi, because they believe their ātmā to be Akshar and behold me in all three states.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

  Gadhada III-22

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase