॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લાડુબાઈ

સત્સંગી ભક્તો

લાડુબા એભલખાચરનાં પુત્રી ને દાદાખાચરનાં બહેન હતાં. તેમનું નામ ‘લલિતા’ પણ હતું. પૂર્વનાં શુભ સંસ્કારી હોવાથી નાનપણથી જ પ્રભુમાં પ્રીતિ હતી. પિતાના આગ્રહથી અનિચ્છાએ બોટાદના ખોડાધાધલ સાથે લગ્ન થયેલાં. પણ તેમની પ્રભુ ભજવાની લગની જોઈ પતિએ રજા આપી હતી. મહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ જોડાયેલાં હતાં. મહારાજના લાડીલા સંતો-ભક્તોની સેવા સારી રીતે થાય તે માટે સમૈયા-ઉત્સવમાં બધી જવાબદારી તેઓ પોતાની બહેન જીવુબા સાથે સંભાળતાં. બંને બહેનો વચ્ચે મહારાજની સેવા માટે હંમેશાં મીઠી ખેંચતાણ થતી રહેતી. મહારાજનું અખંડ સ્મરણ, સેવા અને નિષ્કામધર્મની દૃઢતા તેમનાં વિશેષ અંગ હતાં. તેઓ પુરુષમાત્રથી સદા પંદર હાથ છેટાં રહેતાં. મહારાજ ધામમાં પધાર્યા પછી પણ તેઓને ગોપીનાથજીની મૂર્તિમાં રહી રોજ દર્શન આપતા.

Lādubāi

Satsangi Bhaktas

Lādubā was Abhel Khāchar’s and Dādā Khāchar’s sister. She was also known as Lalitā. Because of her great merits of past births, she was inclined to devotion from a young age. Despite her unwillingness, she married Khodā Dhādhal of Botād because of her father’s insistence. Seeing her passion for devotion, her husband gave her permission to worship as she pleased. She was connected with Shriji Maharaj with her devotion that was filled with love. She and her sister Jivubā served Maharaj’s beloved sadhus and devotees during festival celebrations. Both sisters fought for the service. Her constant remembrance of Maharaj, service, and observance of celibacy were her greatest qualities. She always maintained a distance of 15 hands with other males. After he reverted back to Akshardham, Maharaj gave Lādubā darshan through the murti of Gopināthji daily.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

  Gadhada III-24

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase