॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સચ્ચિદાનંદ સ્વામી

પરમહંસો

‘કિશોર સત્સંગ પ્રવેશમાં’ સચ્ચિદાનંદ સ્વામીનું વૃતાંત આ રીતે છે:

સૌ એમને ‘મોટાભાઈ’ કહીને બોલાવતા. મૂળ એમનું નામ દાજીભાઈ. પૂરા પાંચ હાથ ઊંચા અને પડછંદ શરીર. નાતે વાઘેલા ક્ષત્રિય. જામનગર પાસે મોડા ગામના આ ભક્તરાજ જડભરતના જેવી ઉન્મત્ત દશામાં જ રહેતા. ઘરના માણસોને એમનું ભગતપણું ગમતું નહિ.

મહારાજનો યોગ થયો અને તેમની વૃત્તિ મહારાજની મનોહર મૂર્તિમાં ચોટી ગઈ. સાધુ થવાની ઇચ્છા તીવ્ર બની. એટલે વારંવાર ભાગીને મહારાજ પાસે જતા. આથી કુટુંબીઓએ તેમને પગે બેડીઓ પહેરાવી ઓરડામાં પૂર્યા. મોટાભાઈ તો મહારાજને સંભારવા લાગ્યા. મહારાજ પધાર્યા. બેડીઓ તોડી નાખી અને તેમને ગઢપુર લઈ ગયા.

આ મોટાભાઈને દીક્ષા આપી મહારાજે તેમનું નામ ‘સચ્ચિદાનંદ’ પાડ્યું. સ્વામીને મહારાજને વિષે અપાર સ્નેહ. અખંડ મહારાજમાં જ વૃત્તિ રાખે. મહારાજનો વિયોગ થાય ત્યારે તેમને રૂંવાડે રૂંવાડે લોહીના ટશિયા ફૂટતા. ઘણીવાર તો મહારાજથી છૂટા પડતાં તેઓ બેભાન પણ થઈ જતા.

મહારાજની આજ્ઞાથી તેમણે રાધાવાવ ખોદાવી હતી. અહીં તેમણે બગીચો કર્યો હતો. ફૂલના હાર, ગજરા વગેરે શણગાર ગૂંથી મહારાજને રોજ ધરાવતા.

જેવો પ્રેમ તેવો જ ખપ. તેઓ કહેતા કે, “મારા પગ કાપી નાખે તો હું ઢસડાતો ઢસડાતો, જ્યાં સાધુનો એઠવાડ નાખે છે ત્યાં બેસું અને એઠવાડ ખાઈને સત્સંગમાં પડ્યો રહું, પણ સત્સંગ છોડું નહિ.”

ચાતુર્માસમાં મહારાજ સૌ સંતોને નિયમ આપતા હતા. ત્યારે તેમણે એવું નિયમ લીધો કે ‘ચાર માસ સુધી સૂવું નહિ અને રાત્રે પલાંઠીવાળી સાથળ ઉપર બે પથ્થર રાખીને મહારાજનું ધ્યાન-ભજન કરવું.’

દુકાળના એક સમયે સૌ હરિભક્તોએ મહારાજને વરસાદ માટે વિનંતી કરી.

“આ વખતે ઇન્દ્ર કોપ્યો છે તેથી નહિ વરસે,” મહારાજે ના પાડી.

હરિભક્તો મૂંઝાયા. સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી કહે, “મહારાજની મરજી વગર મારાથી કંઈ ન થાય. મહારાજ કુરાજી થાય.”

હરિભક્તોએ સ્વામીને ઘણી વિનંતી કરી. વળી કહ્યું, “મહારાજ વઢશે તો તમારો અપરાધ અમે માથે લઈશું, પણ અમારી સામું જુઓ!”

દયાળુ સ્વભાવના સ્વામીએ સમાધિમાં જઈને ઇન્દ્રને લાત મારી જગાડ્યો અને વરસવા કહ્યું. પુષ્કળ વરસાદ પડ્યો. મહારાજને ખબર પડી કે સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવ્યો છે એટલે તેમને વિમુખ કર્યા. સ્વામી તો ઘેલાને સામે કાંઠે બેસી ભજન કરવા લાગ્યા. એક દિવસ થયો, બે દિવસ થયા. તરસ બહુ લાગી, પણ ભજન છોડ્યું નહિ.

આ બાજુ અક્ષર ઓરડીમાં મહારાજ તરસથી પીડાવા લાગ્યા. બ્રહ્મચારીએ ઘણું પાણી પાયું પણ મહારાજની તરસ છીપે નહિ. પછી મહારાજ કહે, “પેલાને, તરસ્યાને પાઓ.”

રતનજી ને મિયાંજી સમજી ગયા. મહારાજની પ્રસાદીનું જળ લઈને દોડ્યા અને ઘેલાને કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું, ત્યારે મહારાજની તરસ મટી. આવી એમને મહારાજ સાથે એકતા હતી. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પાછા બોલાવ્યા.

મહારાજના અંતિમ સમયે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પહેલાં જ નાડી, પ્રાણ છોડીને ધામમાં ગયા.

“તમે દેહમાં પાછા જાઓ.” મહારાજે આજ્ઞા કરી.

“મારાથી દેહમાં નહિ રહેવાય. આપનો વિયોગ સહન નહિ થાય.” સ્વામીએ મહારાજને બહુ વિનંતી કરી. પછી મહારાજે તેમને પ્રસાદીનું જળ પાયું અને છ માસમાં તેડી જવા વચન આપ્યું, ત્યારે સ્વામી દેહમાં આવ્યા. પણ અન્ન-જળનો એમણે ત્યાગ કર્યો. થોડા સમય પછી મહારાજ તેમને ધામમાં તેડી ગયા. આવો હતો એમનો પ્રેમ.

Sachchidānand Swāmi

Paramhansas

In Kishore Satsang Pravesh, Sachchidanand Swami’s narrative is as follows:

Everybody used to address him as Motabhai, but his real name was Dajibhai. He was seven feet tall and had a strong body. He was from the Vaghela Kshatriya community. This devotee from the town of Moda (near Jamnagar) was always engrossed in devotion to God, just like Jadbharat. His family did not like his intense spirituality.

From the first time he met Shriji Maharaj, Motabhai was completely attracted by Maharaj’s murti and harboured an intense desire to become a sadhu. Thus, he frequently ran away from home to Shriji Maharaj. Annoyed by this, his family put fetters on his legs and locked him in a room. Motabhai remembered Shriji Maharaj. Maharaj soon appeared before him, broke the fetters and took Motabhai to Gadhada.

In Gadhada, Motabhai was initiated into the sadhu-fold and renamed Sachchidanand Swami. Sachidananand Swami had great love for Shriji Maharaj. His mind was constantly attached to Maharaj’s murti. Whenever he was separated from Maharaj, blood would ooze from every pore of his body. Many times he even fainted.

As instructed by Maharaj, Swami had the Radha Vav dug. Near this well, he cultivated a beautiful garden of flowers. Daily, Swami would offer decoratively interwoven garlands and flower bracelets to Shriji Maharaj.

Just as he had a deep affection for Maharaj, Swami also had a great affinity for Satsang. He often said, “Even if my legs are cut off, I will drag myself to where all sadhus throw the remnants of their food, sit there, eat those remnants and remain in Satsang. But I will never leave Satsang.”

nce, Shriji Maharaj was giving special vows to be observed during chaturmas. Sachchidanand Swami took a vow, “I will not to sleep for four months and will sit cross-legged, with a stone on each thigh, to meditate on Shriji Maharaj during the night.

In a time of drought the devotees prayed to Shriji Maharaj for rain but Maharaj refused to oblige and said, “It won’t rain this year as Indra has become angry.”

The devotees became worried. They came to Sachchidanand Swami and shared their worries. Swami said, “I cannot do anything without the consent of Shriji Maharaj, otherwise he will become displeased.”

But the devotees persistently requested, “If Maharaj scolds you, we will bear the brunt of the consequences, but please have pity on us.”

Tenderhearted and compassionate, Swamiji sat in samadhi. In the state of samadhi, he gave a kick to Indra, woke him up and asked him to shower rain. Soon there was plentiful rainfall.

When Shriji Maharaj came to know that Sachchidanand Swami had brought the rains, he immediately excommunicated him from Satsang. Swami sat on the opposite bank of the River Ghela and began to offer devotion. Two days passed without food and water. He was very thirsty, but he did not give up chanting Maharaj’s name.

Shriji Maharaj was sitting in his room, Akshar Ordi, and began to feel very thirsty. The attendant Brahmachari served him plenty of water, but his thirst was not quenched. Then Maharaj said, “Serve water to the Swami who is very thirsty.” Ratanji and Miyaji understood the significance of these words. They ran with sanctified water from Shriji Maharaj to the opposite bank of river Ghela and served water to Sachchidanand Swami. It was only when Swami drank the water that Shriji Maharaj’s thirst was quenched. Such was Sachchidanand Swami’s oneness with Maharaj. Shriji Maharaj then called Sachchidanand Swami back into Satsang.

In the last moments before Shriji Maharaj returned to his divine abode, Sachchidanand Swami stopped his own pulse and breathing and went to Akshardham ahead of Shriji Maharaj.

On seeing him there, Maharaj immediately commanded, “Return to your body again!”

“I won’t be able to stay there. I will not be able to endure the separation from you,” Swami urged repeatedly. Shriji Maharaj then gave him sanctified water to drink and promised to bring him to Akshardham within six months. Only then did Swami come back into the body. Unable to bear separation from Maharaj, Swami still refused to eat or drink anything. Soon after, Shriji Maharaj took Sachchidanand Swami to Akshardham.

Such was Sachchidananad Swami’s deep love for Shriji Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Kariyani-11

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase