॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દેવાનંદ સ્વામી

પરમહંસો

દેવાનંદ સ્વામી ધોળકા પાસેના બળાલ ગામના વતની હતા. તેમનું નામ દેવીદાન હતું. નાનપણથી ભક્તિભાવવાળા હતા. એક વાર શંકર ભગવાનને ભાવથી બીલીપત્ર ચડાવી અભિષેક કરતા હતા, ત્યારે શંકર ભગવાન પ્રગટ થયા અને વરદાન આપ્યું, “સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ તારે ગામ આવશે ને અલૌકિક આશ્ચર્ય બતાવશે. સરસ્વતી તારા કંઠમાં બિરાજશે.” એક વાર મહારાજ જેતલપુરમાં આવ્યા ને દૂધની તાંસળીથી દૂધ પીતાં રેલા કોણીએ ઊતર્યા તે જીભ વદે ચાટતા તે દેવીદાને જોયું અને મહારાજને શરણે આવ્યા. મહારાજે ‘દેવાનંદ’ નામ પાડી બ્રહ્માનંદ સ્વામી પાસે સંગીત શીખવા રાખ્યા હતાં. ટૂંક સમયમાં જ ઉત્તમ સંગીત શીખ્યા અને અષ્ટકવિમાં સમાવિષ્ટ કરાયા. તેમણે હજારો કીર્તનો રચ્યાં છે. તેમનાં કીર્તનો ‘દેવાનંદના ચાબખા’ તરીકે પ્રસિદ્ધ છે. કવીશ્વર દલપતરામ તેમના શિષ્ય હતા.

Devānand Swāmi

Paramhansas

Devānand Swāmi was a native of Balāl village near Dholakā. His name was Devidān. He was inclined toward devotion from childhood. Once, he lovingly offered the leaf of a bili tree and performed Shivji’s abhishek. Pleased, Shankar Bhagwan appeared before him and granted him a boon, “The manifest Purushottam Nārāyan will bless your village and show unearthly powers. Saraswati will reside in your throat. (You will be gifted with a sweet voice.)” Once, Maharaj arrived in Jetalpur. He drank milk straight from a porringer and streamlets of milk flowed to his elbow. Devidān realized only a great person can behave this way, as ordinary man would not due to embarrassment. He accepted Maharaj’s refuge and became a sadhu. Maharaj named him Devānand. He stayed in Brahmānand Swāmi’s group of sadhus. Brahmānand Swāmi taught him music and singing. In a short time, Devānand Swāmi mastered the skill. He is included among the eight great poets of Maharaj. He wrote thousands of kirtans, which are known as ‘Devānandnā Chābakhā’. The great poet Dalpatrām was his shishya.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Vartal-20

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase