॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લક્ષ્મીનારાયણ

મૂર્તિઓ

ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ વરતાલના મંદરિમાં પધરાવી હતી.

અમદાવાદનું મંદિર પૂરું થયા પછી થોડા જ વખતમાં શ્રીજીમહારાજે સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે, “તમે વરતાલ જઈ મંદિર શરૂ કરો. નાનું મંદિર કરજો.” બ્રહ્માનંદ સ્વામીએ તો વરતાલ જઈ જોબન વડતાલો, વાસણ સુથાર, નારાયણ ગિરિ બાવો, કુબેરભાઈ, રણછોડભાઈ વગેરે સ્થાનિક હરિભક્તોને મળી જગ્યા જોઈ, તેનો પાકો લેખ કરાવી લીધો.

શ્રીજીમહારાજની એક શિખરની આજ્ઞા છતાં બ્રહ્માનંદ સ્વામીએ મોટું મંદિર બાંધવાની શરૂઆત કરી. તે પ્રમાણે પાયા ખોદાવ્યા. શ્રીજીમહારાજે તો પોતાની પહોંચ જોઈ-વિચારી કાર્ય કરવાની આજ્ઞા આપી, પણ મહારાજના હૃદ્‌ગત અભિપ્રાય જાણનારા બ્રહ્માનંદ સ્વામીએ કહેવડાવ્યું કે, “આપને પ્રતાપે લક્ષ્મીના તો ઢગલા થશે.” શ્રીજીમહારાજે રાજી થઈને સંમતિ આપી અને આશીર્વાદ પાઠવ્યા.

બ્રહ્માનંદ સ્વામીએ મોટું કમળાકારનું ત્રણ શિખરનું ઉગમણા બારનું (પૂર્વ તરફનું) મનોહર અને નાજુક મંદિર તૈયાર કર્યું. શ્રીજીમહારાજે સંવત ૧૮૮૧ના કાર્તિક સુદ ૧૨ના રોજ વેદોક્ત વિધિથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ પાસેના દેરામાં રાધાકૃષ્ણની મૂર્તિ તથા બાજુમાં જ પોતાની મૂર્તિ ‘હરિકૃષ્ણ મહારાજ’ના નામે પધરાવી.

Lakshminārāyan

Murtis

Bhagwan Swaminarayan installed Lakshminarayan Dev in the Vartal mandir.

Soon after the completion of the Ahmedabad mandir, Shriji Maharaj asked Sadguru Brahmanand Swami, “You go to Vartal and start building a mandir there. Please see to it that the mandir is small.” Brahmanand Swami went to Vartal and consulted Joban Vartalo (Joban Pagi), Vasan Suthar, Narayan Giri Bawo, Kuberbhai, Ranchhodbhai and other local devotees to select suitable land for the mandir.

Although Shriji Maharaj had asked Brahmanand Swami to build a single-pinnacled mandir, he started building a three-pinnacled mandir. The foundations were laid accordingly. Shriji Maharaj had advised Brahmanand Swami to spend as per the means available, but Brahmanand Swami knew what was in the heart of Maharaj. So he sent a message to him, “With your blessings, there will be heaps of wealth.” Shriji Maharaj became very happy and sent his consent and blessings.

Brahmanand Swami constructed a big three-pinnacled mandir based on a lotus design. The mandir’s main entrance faces east and it is an exceedingly beautiful structure. On 6 November 1824 (Kartik sud 12, Samvat 1881), Shriji Maharaj consecrated the murtis of Lakshmi-Narayan Dev in the central shrine with full Vedic rituals. After this he consecrated the murtis of Radha-Krishna on one side and his own murti under the name of Harikrishna Maharaj on the other side.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Vartal-1

  Vartal-2

  Vartal-3

  Vartal-4

  Vartal-5

  Vartal-6

  Vartal-7

  Vartal-8

  Vartal-9

  Vartal-10

  Vartal-11

  Vartal-12

  Vartal-13

  Vartal-14

  Vartal-15

  Vartal-16

  Vartal-17

  Vartal-18

  Vartal-19

  Vartal-20

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase