॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અખંડાનંદ સ્વામી

પરમહંસો

અખંડાનંદ સ્વામી મૂળ પંજાબ પ્રદેશના હતા. તેઓ એવા આત્મનિષ્ઠ હતા કે એક વાર વિચરણમાં જંગલમાં સામે સિંહ આવ્યો છતાં ગભરાયા નહીં અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કર્યો. સિંહ તેમની પાંચ પ્રદક્ષિણા ફરી જતો રહ્યો. વડોદરામાં વૈરાગીઓએ સંતો વિષે અંગ્રેજ ફોજદારને ખોટી ફરિયાદ નોંધાવી ત્યારે અખંડાનંદ સ્વામી અને બીજા સંતોનું વાણી-વર્તન વિવેક જોઇ ફોજદાર ખૂબ પ્રભાવિત થયા અને વૈરાગીઓની ફરિયાદની કાંઈ નોંધ ન લીધી.

અખંડાનંદ સ્વામીનો ટૂક પરિચય સત્સંગ શિક્ષણ પરિક્ષા પાઠ્ય પૂસ્તક ‘કિશોર સત્સંગ પ્રારંભ’માં આ રીતે મળે છે:

શ્રીજીમહારાજની આજ્ઞાથી સંતો દેશ-વિદેશમાં ફરતા અને સત્સંગ કરાવતા. એમને ઘણાં કષ્ટો પણ સહન કરવાં પડતાં. એક સમયે અખંડાનંદ સ્વામી માર્ગમાં એકલા ચાલ્યા જતા હતા. જેવું નામ તેવા જ ગુણ. ગમે તેટલાં કષ્ટોમાં પણ હંમેશાં મહારાજની મૂર્તિનો આનંદ અને મુખમાં મહારાજનું ભજન. એવા એ સાચા સંત હતા.

આગળ જતાં એક જંગલ આવ્યું. જંગલ ઘણું જ ગાઢ. કોઈ માણસ દેખાય નહિ. ચકલું પણ ન ફરકે એવું ભયંકર. થોડે અંદર ગયા ત્યાં સામે વાઘ દેખાયો. સ્વામીએ વિચાર કર્યો: “નક્કી આજે દેહનો અંત આવ્યો સમજો. વાઘ મળ્યો છે. જરૂર ખાઈ જશે. પણ એક દિવસ ભગવાનના ધામમાં જવાનું જ છે તો આજે જ પહોંચી જઈએ અને આ વાઘને પણ મારું શરીર ખોરાક તરીકે કામ આવશે.”

જરા પણ ડર્યા વગર સ્વામી તો આગળ ચાલ્યા, પણ ભગવાનને પોતાના ભક્તની હંમેશાં ફિકર રહ્યા કરે છે. પોતાના ભક્તને કષ્ટ થાય તે મહારાજ કેમ સહન કરે?

“હું આત્મા છું, અમર છું, મારે ડરવાનું શેનું? વળી, અખંડાનંદ મારું નામ. મારો આનંદ કોણ લઈ શકે એમ છે?” એમ વિચાર કરતાં સ્વામી વાઘની સામે ગયા. શિકાર સામે આવે પછી વાઘ કાંઈ છોડે? વાઘે પંજો ઉગામ્યો. અખંડાનંદ સ્વામી મહારાજને સંભારતાં અડગ રહ્યા અને વાઘના હૃદયમાં પ્રેરણા થઈ. પંજો નીચે પડ્યો. એકાએક વાઘ જમીન ઉપર આળોટવા લાગ્યો. જાણે સ્વામીના પગમાં પડતો ન હોય! અને પછી ઊભો થઈને જંગલમાં જતો રહ્યો.

Akhandānand Swāmi

Paramhansas

Akhandanand Swami was a native of Punjab. He was such deeply engrossed in his ātmā that he remained fearless upon seeing a lion in the forest; rather, he chanted the name of Swaminarayan. The lion circum-ambulated five times and left. In Vadodara, some ascetics registered a complaint against Swaminarayan sadhus to the British officials. However, observing the ideal conduct and listening to their polite speech, the officials dropped the complaint.

A short story of Akhandanand Swami from Kishore Satsang Prarambh is as follows:

In accordance with the instructions of Shriji Maharaj, his sadhus moved about various centres to spread his holy message. They had to undergo many hardships while carrying out their mission. Once, Akhandanand Swami was travelling alone. As his name suggests, he was always happy. In spite of the many ordeals he suffered, his face always beamed with a glow of happiness. He derived great happiness in remembering Maharaj’s murti and in chanting his holy name. He was a true sadhu.

Once, when he was travelling he lost his way and found himself in a dark forest. There was no sign of any human habitation. The forest was dark, dense and wild. As he proceeded he saw a ferocious tiger.

Swamiji thought, “Certainly, I will die today. The tiger will certainly devour me. But one day or another I will have to go to God’s abode. So why not today? And my body will provide food for the tiger.”

With these thoughts in mind he went ahead without any fear. But God protects his devotees. How can he let them down or even bear to see them suffer?

Akhandanand Swami thought, “I am ātmā. I am immortal. Why should I fear death? My name is Akhandanand. Who can snatch away my happiness?” Emboldened by these thoughts, Swami stood in front of the tiger. The tiger lifted his paw to strike him. Akhandanand Swami remained steadfast in remembering Shriji Maharaj. Suddenly, as if answering a call from above, the ferocious animal dropped its paw. Then the tiger fell at the feet of Akhandanand as though he was acknowledging his master! After a little while the tiger rose and slowly disappeared into the forest.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-4

  Loya-9

  Gadhada II-16

  Gadhada III-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase