॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કુશળકુંવરબાઈ

સત્સંગી ભક્તો

કુશળકુંવરબા ચરોતરના ધર્મજ ગામના વતની હતાં. નાનપણથી જ ભક્તિભાવવાળાં હતાં. તેમનાં લગ્ન ધરમપુરના રાજા સાથે કરાવેલાં, પરંતુ રાજા ધામમાં જતાં રાજ્યની જવાબદારી તેઓ વહન કરતાં છતાં બહુધા કથા-વાર્તા સાંભળતાં. રુક્મિણીજીના આખ્યાનથી પ્રગટ ભગવાનને મેળવવા તાન લાગેલું. પરમચૈતન્યાનંદ સ્વામીની વાતોથી મહારાજની ઓળખાણ થઈ હતી. પછી મહારાજ તેમની વિનંતીથી ધરમપુર પધાર્યા. તેઓ કોઈને કોઈ બહાને મહારાજ પાસે દર્શને આવતાં અને દૃષ્ટિ પલટાવી મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી લેતાં. કુશળકુંવરબાએ સૌ સંતો-ભક્તો માટે રાજ્યના ભંડાર ખુલ્લા મૂકેલા ને રોજ નવી રસોઈ કરાવી સૌને જમાડતાં. મહારાજે તેમને કાપડ પર ચરણારવિંદની છાપ આપેલી. છેલ્લે જ્યારે મહારાજ વિદાય લઈ રહેલા ત્યારે પોતાનું ૫૦૦ ગામનું રાજ્ય મહારાજનાં ચરણે ધર્યું, પણ મહારાજે ના પાડી. મહારાજની વિદાયના પંદરમા દિવસે ધામમાં ગયાં. માત્ર એક વખત મહારાજનો યોગ થયેલો અને તેમાં મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી લીધેલી.

Kushalkuvarbāi

Satsangi Bhaktas

Kushalkuvarbā was a native of Dharmaj, located in the Charotar region. She had an inclination for devotion from her childhood. She was married to the king of Dharampur; however, the king died shortly and the affairs of ruling were placed on her shoulder. Nevertheless, she spent most of her time listening to kathā. Once, she heard the story of Rukmini and developed a zeal to meet God face-to-face. Eventually, she heard about Shriji Maharaj from Paramchaitanyānand Swāmi. She sent a letter requesting Maharaj to visit Dharampur. Maharaj fulfilled her wish and blessed Dharampur. During his stay, she would steal any moment she could to have Maharaj’s darshan. She captured Maharaj’s divine murti in her heart when she did darshan without blinking. She also opened her food storages to freely serve different meals each day to the sadhus and devotees that accompanied Maharaj. Maharaj had imprinted his footprints on a cloth and gave it to Kushalkuvarbā. When Maharaj was departing from Dharampur, she offered her whole kingdom that included 500 villages to Maharaj. Maharaj declined and told her to manage the affairs without becoming attached to her kingdom. Fifteen days after Maharaj left, she went to Akshardham. Though she only had the association of Maharaj in one encounter, she had captured his murti in her heart and did not let it escape till her last breath.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Sarangpur-2

  Loya-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase