॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

આત્માનંદ સ્વામી

પરમહંસો

સંક્ષિપ્ત વૃતાંત

આત્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ અભયસિંહજી હતું. તેમનો જન્મ વિ. સં. ૧૭૯૮માં પિતા ડોસાજી અને માતા રાજબાને ત્યાં રાજસ્થાનમાં મારવાડના ઊંટવાળ ગામમાં ક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમણે રામાનંદ સ્વામી થકી દીક્ષા ગ્રહણ કરી હતી. સંવત ૧૮૫૬માં શ્રીહરિ નીલકંઠવર્ણી વેશે ૧૯ વર્ષની વયે લોજ પધાર્યા ત્યારે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. તેના ત્રણ વર્ષ બાદ ૬૦ વર્ષની ઉંમરે મેઘપુરમાં દીક્ષા લીધી અને આત્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. સંપ્રદાયમાં તેઓ ભાઈ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, વૃદ્ધાત્માનંદ સ્વામી અને ‘વચનની મૂર્તિ’ તરીકે પણ ઓળખાય છે. તેઓ દેહનો અત્યંત અનાદર અને ધર્મ પાળવાનો અતિશય આગ્રહ રાખતા. આચાર્ય રઘુવીરજી મહારાજની આજ્ઞાથી તેમણે પ્રત્યક્ષ અનુભવેલા ચરિત્રોનો ગ્રંથ ‘સદ્‌ગુરુ ભાયાત્માનંદ સ્વામીની વાતો’ નામે પ્રસિદ્ધ છે. ૧૧૬ વર્ષની મોટી ઉંમરે ગુણાતીતાનંદ સ્વામી થકી મહારાજનું સર્વોપરીપણું સમજ્યા બાદ તેઓ ધંધુકા પાસે અણિયાળી ગામમાં સં. ૧૯૧૬ની જેઠ વદિ છઠના દિવસે ધામમાં પધાર્યા.

 

‘કિશોર સત્સંગ પ્રવેશ’માં જીવન વૃતાંત

રામાનંદ સ્વામીના કેટલાક સંતોને મહારાજ ગુરુભાઈ ગણતા અને તેમને ‘ભાઈ’ કહીને બોલાવતા. ભાઈ રામદાસ સ્વામી ધામમાં ગયા પછી તેમની ગાદી મહારાજે આત્માનંદ સ્વામીને આપી. ત્યારથી તેઓ ભાઈ સ્વામી અથવા ભાયાત્માનંદ સ્વામીના નામથી ઓળખાતા. સંપ્રદાયમાં તેમનો વૃદ્ધાત્માનંદ સ્વામી તરીકે પણ ઉલ્લેખ છે.

મૂળ મારવાડના વતની આ સંતનો જન્મ સં. ૧૭૯૯માં ઊંટવાળ ગામે થયો હતો. ભગવાનને મેળવવા તેમણે તીર્થ, વ્રત આદિક ઘણાં સાધનો કર્યાં. છેવટે વૃદ્ધાવસ્થામાં તેમને સોરઠમાં મેઘપુર ગામે મહારાજનાં દર્શન થયાં. તરત નિશ્ચય થયો અને મહારાજના આશ્રિત બનીને રહ્યા.

શ્રીજીમહારાજની નાની-મોટી દરેક આજ્ઞા પાળવાનું તેમને બહુ તાન. તેથી તેઓ ‘વચનની મૂર્તિ’ ગણાતા. મહારાજે અનેક કડક નિયમો આપ્યા પણ તે તેમણે સારધાર પાળ્યા. મહારાજે ખટરસનાં વર્તમાન સંતોને આપ્યાં હતાં. છ માસ પછી તે છોડાવ્યાં પણ ભાઈસ્વામીને તેની ખબર મળી નહિ. તેથી તેમણે તો કેટલાય સમય સુધી તે નિયમ ચાલુ રાખ્યો. પછી મહારાજ ભેળા થયા ત્યારે તેમણે તે નિયમ મૂક્યો.

દેહનો અનાદર પણ એમનો જ. તેઓ સ્નાન કરતા ત્યારે કોઈ વખત શરીરે હાથ ફેરવતા જ નહિ. તેમના શરીરે પુષ્કળ વાળ હતા. તેથી ધીરે ધીરે આખા શરીરમાં જીવડાં પડી ગયાં હતાં. પછી કોઈ જીવડું બહાર પડી જાય તો તેઓ તેને પાછું શરીરમાં નાખતા અને બોલતા, “લે, તેરા ખાજ હૈ.”

મહારાજને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેમણે સ્વામીને સભામાં બોલાવ્યા. પછી વાળંદ પાસે આખા શરીરના વાળ ઉતરાવ્યા. ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને શરીરની સંભાળ રાખવા આજ્ઞા કરી.

પણ સ્વામીને એવું અંગ હતું કે પોતાની મેળે શરીરનું જતન કરવું જ નહિ. એક વખત તેમને આખા શરીરે ખસ થઈ હતી, અને એક ગામથી બીજે ગામ જવાનું હતું. ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા. ગાડું નક્કી કર્યું પણ ગાડાવાળો ઠેઠ સુધી આવવા તૈયાર થયો નહિ. એટલે સ્વામી કહે, “મારું નામ આત્માનંદ છે તે આજે સાર્થક કરું,” એમ કહી ચાલવા લાગ્યા. ખસના ફોડલા તો ફટ ફટ ફૂટતા જાય અને પરું પણ વહ્યું જાય. પછી બીજે ગામે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને પરું લૂછીને નવરાવ્યા.

તેમની આવી સ્થિતિ જોઈ મહારાજ ઘણી વખત રાજીપો બતાવતા અને હાર, પ્રસાદી વગેરે તેમને આપતા.

પાછળથી મહારાજની આજ્ઞાથી તેઓ ધોલેરા રહેતા હતા. તેમને સો ઉપર વરસ થયાં હતાં તેથી નવા દાંત પણ ફૂટ્યા હતા. મહારાજને વિષે તેમને અપાર સ્નેહ, મહારાજના અક્ષરધામ ગમન પછી તેઓ વાગડ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી તેમની સાથે ફરતા અને સેવા કરતા. એટલે તેમને વિષે પણ ભાઈસ્વામીને ઘણું હેત હતું.

આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ સાથે એક વખત તેઓ નડિયાદ પધાર્યા. અહીં પધરામણીમાં એક હરિભક્તને ઘેર, મોટા સંતો માટે ખુરશી ગોઠવી હતી તે ભાઈસ્વામીને ગમ્યું નહિ. આથી, બીજે દિવસે તેમણે પધરામણીમાં જવા ના પાડી અને આચાર્ય મહારાજને કહી મોકલ્યું કે, “તમારા બાપે આંખે પાટા બંધાવીને ઘૂમટા કઢાવ્યા અને તમે સ્ત્રીઓની વચ્ચે સાધુઓને ઊભા રાખો છો. ખુરશીઓ કઢાવી નખાવો તો પધરામણીમાં આવીએ.”

આચાર્ય મહારાજે તે પ્રમાણે બંદોબસ્ત કર્યો.

આવો હતો એમને ધર્મ પાળવાનો આગ્રહ. તેઓ કહેતા કે, “મહોબતને અને ધર્મને બને નહિ. ધર્મ રાખવો હોય તો મહોબત છોડવી પડે અને મહોબત રાખવી હોય તો ધર્મનો ત્યાગ કરવો પડે.”

વાગડ પાસે અણિયાળીમાં ભાઈસ્વામી બિરાજતા હતા. તેમને હવે ૧૧૬ વર્ષ થયાં હતાં. એવામાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. તેમણે ભાઈસ્વામીને પૂછ્યું કે, “મહારાજ તમને કેમ તેડી જતા નથી?”

“મને પણ એ જ વિચાર આવે છે કે મારે શું કસર છે?” ભાઈવામીએ સરળતાથી કહ્યું.

ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો સર્વોપરી મહિમા ભાઈસ્વામીને સમજાવ્યો. મહારાજના જ કહેલા પ્રસંગો યાદ કરાવી સમજાવ્યું કે, “મહારાજ બધા અવતારોથી શ્રેષ્ઠ છે.”

ભાઈસ્વામી આ સાંભળી રાજી થયા અને બોલ્યા, “આજ સુધી હું મહારાજને અવતાર જેવા સમજતો હતો. આજે તમારી વાતોથી મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજાયું.”

અત્યાર સુધી તેઓ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના પત્તરમાંથી (લાકડાનું જમવાનું પાત્ર) પ્રસાદી આપતા, પણ આજે તેમણે પરાણે ગુણાતીતાનંદ સ્વામીના પત્તરમાંથી પ્રસાદી લીધી. ગુણાતીતાનંદ સ્વામી બોટાદ ગયા અને સં. ૧૯૧૬ના જેઠ વદ ૬ના દિવસે ભાઈસ્વામી ધામમાં પધાર્યા. તેમણે શ્રીજીમહારાજના લીલાપ્રસંગોનો એક ગ્રંથ લખ્યો છે.

Ātmānand Swāmi

Paramhansas

Brief Biography

Ātmānand Swāmi’s name was Abhaysinhaji before becoming a sadhu. He was born in V.S. 1798 to father Dosāji and mother Rājbā in Untavād village in Mārvād region of Rājasthān. He got dikshā from Rāmānand Swāmi. He met the 19-year-old Shrihari as Nilkanth Varni in Loj. His age was 57 at the time. Three years later at the age of 60, he got dikshā in Meghpur and was named Ātmānand Swāmi. He is also known as Bhāi Swāmi, Bhāyātmānand Swāmi, Vruddhātmānand Swāmi, and ‘Vachanni Murti’ (because he followed every word of Maharaj) in the sampradāy. He had a total disregard for his body and was stern in observing dharma. Āchārya Raghuvirji Maharaj commanded him to write the divine incidents of Maharaj as he observed them. He wrote the granth Sadguru Bhāyātmānand Swāmini Vāto. At the age of 116, after understanding the supremacy of Maharaj from Gunātitānand Swāmi, he left his mortal body in Aniyāli near Dhandhukā in Samvat 1916.

 

Narrative from Kishore Satsang Pravesh

Maharaj regarded the sadhus initiated by Ramanand Swami as his gurubhais – brothers of the same guru – and respectfully called them ‘Bhai’. After Bhai Ramdas Swami passed away to Dham, Maharaj appointed Atmanand Swami to Bhai Ramdas Swami’s seat. Maharaj then addressed him as either ‘Bhai Swami’ or ‘Bhai Atmanand Swami’. He is also known as ‘Vrudhatmanand Swami’ in the Sampradaya.

Bhai Swami, a native of the Marwad region, was born in 1743 CE (Samvat 1799) in a village named Untwal. To attain God he performed many pilgrimages, austerities, and other spiritual endeavours. In old age he had Maharaj’s darshan in Meghpur, a village in the Sorath district of Gujarat. Immediately, Bhai Atmanand Swami developed faith in Maharaj and took refuge under him.

He was resolute in following all of Maharaj’s commands, both minor and major. Maharaj often gave many difficult observances, yet Bhai Atmanand Swami followed each of them to the letter. As a result, he was respectfully known as vachanmurti – an embodiment of Shriji Maharaj’s words.

Once, Maharaj told his sadhus to observe khatras, a difficult form of fasting in which all the six types of taste are avoided. Six months later he ended the austerity, but Bhai Atmanand Swami was unaware of it and so continued the fast. He stopped only when some time later he met Maharaj and was told that the vow had been revoked.

Bhai Atmanand Swami had great disregard for his body. His body was covered with much hair, but he would never scrub when he bathed. As a result, small insects gradually infested his entire body. Bhai Swami disassociated himself from his body to the extent that when some insect fell from his body, he would carefully pick it up and place it back onto his body saying, “Here take it. This body is your food.” When Maharaj came to know of Bhai Swami’s detached mindset, he called him to the assembly and had a barber shave off all the hair from Bhai Swami’s body. Maharaj then made him bathe in hot water and instructed him to take care of his body.

However, Bhai Swami’s natural tendency was to not care for his own body. Once, he developed scabies throughout his entire body. Despite his condition, he had to travel from one town to another. Gunatitanand Swami was with him in his service. They had arranged for a bullock-cart to take them, however, the cart driver refused to take them all the way to the other town. Disregarding his troublesome condition, Bhai Swami reasoned, “My name is Atmanand; today, let me truly be atmanand,” and began to walk. As he marched forward, the boils on his body began to burst one by one and pus began to flow from them. his condition was unbearable. After they finally arrived at the village, Gunatitianand Swami wiped the pus off Bhai Atmanand Swami’s body and bathed him.

Seeing Atmanand Swami’s elevated spiritual state, Shriji Maharaj would often express his pleasure towards him and gift him with garlands and prasad.

As instructed by Maharaj, Bhai Atmanand Swami stayed in Dholera. At that time, he was over a hundred years old. Bhai Swami had immense affection for Shriji Maharaj. After Maharaj returned to Akshardham, Bhai Atmanand Swami stayed at Vagad. Becuase Gunatitanand Swami travelled with him and served him, Bhai Atmanand Swami had developed great respect for him as well.

Bhai Atmanand Swami once went to Nadiad with Acharya Raghuvirji Maharaj, where he accompanied him on a padhramani to a devotee’s home. There, chairs had been arranged for the elderly sadhus to sit on. However, Atmanand Swami didn’t approve of the way the chairs were arranged, because it compromised the sadhus’ vow of celibacy. The next day, he refused to go on the home visits and sent a message to the Acharya, “Our Lord made us cover our eyes with a veil, whereas you make us stand in the midst of ladies. I will only go to these padhramanis, if you remove the chairs.”

Acharya Maharaj then made arrangements so that the sadhus’ vows would not be violated. Bhai Swami was resolute in upholding his dharma. He would often say, “Desires and dharma don’t mix. If you want to uphold dharma, then you must renounce all desires; and if you want to fulfil desires, then dharma has to be sacrificed.”

When Bhai Atmanand Swami was 116 years old, he resided at Aniyali, a villiage near Vagad. Once, when Gunatitanand Swami arrived in Aniyali he met Atmanand Swami and asked, “Why doesn’t Maharaj come to take you to Akshardham?”

Bhai Swami asked, “I have been thinking the same thing. What do I have left to do?”

Gunatitanand Swami was aware of what Bhai Atmanand Swami had left to understand. By narrating episodes in which Maharaj himself had revealed his supreme greatness, Gunatitanand Swami explained that Shriji Maharaj was supreme God. He explained, “Maharaj is greater than all the avatars.”

Delighted by Gunatitanand Swami’s explanation, Bhai Swami revealed, “Up until now, I understood Shriji Maharaj as being just another avatar. However, by listening to your discourse today I now understand Shriji Maharaj’s supreme form.

Bhai Swami also realized the glory of Gunatitanand Swami. In the past, Atmanand Swami would give prasad from his wooden bowl to Gunatitanand Swami. On this day, however, he insisted and took prasad from Gunatitanand Swami’s wooden bowl.

Gunatitanand Swami soon left for Botad. Then on 9 June 1860 (Jeth vad 6, Vikram Samvat 1916) Bhai Atmanand Swami passed away to Akshardham.

During his lifetime, Bhai Swami’s devotion to Maharaj was chiefly seen in his strict adherence to Maharaj’s commands. However, he also expressed his devotion to Maharaj by writing a text narrating Shriji Maharaj’s divine incidents.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-38

  Gadhada I-78

  Loya-9

  Gadhada III-14

  Gadhada III-24

  Gadhada III-26

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase