॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પરશુરામ

અવતારો

વિરાટપુરુષરૂપ વિષ્ણુના દશ અવતાર માંહેનો છઠ્ઠો અવતાર હતા. તે તત્ત્વતઃ ઈશ્વરચૈતન્ય છે. ઈશ્વરચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે. રેણુકા અને જમદગ્નિના પુત્ર તરીકે પરશુરામ ત્રેતાયુગના પ્રારંભે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તે મહાતેજસ્વી, વિદ્વાન, નીતિજ્ઞ, તામસી અને ક્ષત્રિયત્વ ગુણમાં શ્રેષ્ઠ હતા. તેમનું આયુધ ફરશી હતું. શિવ તેમના ગુરુ હતા. ભીષ્મ અને દ્રોણાચાર્યે પાસેથી ધનુર્વિદ્યાનું શિક્ષણ લીધું હતું.

સહસ્રાર્જુન નામનો રાજા જમદગ્નિ ઋષિ પાસેથી કામધેનુ ગાય બળાત્કારે લઈ ગયો. તેને કારણે પરશુરામે સહસ્રાર્જુનના હજાર હાથ કાપીને તેનો વધ કર્યો. ચક્રવર્તી રાજાની હત્યાની ભૂલનું નિવારણ કરવા પોતાના ભાઈઓ સહિત પરશુરામ યાત્રાએ ગયા. પાછળથી સહસ્રાર્જુનના સો પુત્રોએ આવી જમદગ્નિને મારી નાખ્યા. રેણુકાએ વિલાપ કરતાં કરતાં એકવીશ વાર છાતી કૂટીને પરશુરામને યાદ કર્યા. પરશુરામે પોતાના યોગબળથી તે જાણી લીધું અને એકવીશ વાર પૃથ્વીને નક્ષત્રી કરી અને શાંત થયા.

Parshurām

Avatars

Parshurām is the sixth avatār of the 10 main avatārs of Vishnu. In terms of the five eternal entities, Parshurām is of the ishwar entity, which are capable of incarnation when Parabrahma Purushottam Narayan enters the ishwar. Parshurām was born to Renukā and Jamadagni in a brāhmin family at the beginning of the Tretāyug. He was extremely bright, scholarly, ethical, wrathful, and brave. His weapon was a battleaxe. His guru was Shiv. Bhishma and Dronāchārya learned archery from him.

Once, a king named Sahasrārjun forcefully took a kāmdhenu cow (a cow that fulfills one’s wishes) from Jamadagni. Parshurām became angry and he cut off Sahasrārjun’s 1,000 arms and killed him. To atone for the sin of killing a chakravarti king, Parshurām went on a pilgrimage with his brothers. Later, the hundred sons of Sahasrārjun killed Jamadagni. Renukā wept after her husband while beating her chest and uttering Parshurām’s name 21 times. Parshurām heard her wailing using his powers and he circled the earth 21 times to kill and remove the earth of all kshatriyas.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-78

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase