॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દ્રુપદ રાજા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

દ્રુપદ અને દ્રોણ બાળપણમાં બે મીત્રો હતા અને સાથે ભણતા હતા. દ્રુપદે દ્રોણાચાર્યને કહેલું કે તેમની મીત્રતા સદાય માટે રહેશે અને તે રાજા બને ત્યારે અડધું રાજ્ય દ્રોણને અર્પણ કરશે. મોટા થતાં દ્રુપદ રાજા બન્યા અને દ્રોણ સાથેની મીત્રતા વિસરાઈ ગઈ. દ્રોણે કૃપાચાર્યની બહેન કૃપી સાથે લગ્ન કર્યાં અને અશ્વત્થામા નામનો પુત્ર પ્રાપ્ત થયો. આ કુટુંબ ગરીબીમાં જીવતું હતું. દ્રોણાચાર્ય દુઃખ નીવારવા દ્રુપદ પાસે ગયા પણ દ્રુપદે અપમાન કરી એક રાત રહેવા-જમવા માટેની વ્યવસ્થા કરી દ્રોણને પાછા મોકલ્યા. ત્યાર બાદ હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવોને શસ્ત્રવિદ્યા શીખવાડી અને દ્રુપદને કેદ કરવાની ગુરુદક્ષિણા માંગી. પાંડવોએ દ્રુપદને કેદ કરી લીધો અને અડધું રાજ્ય લઈ દ્રુપદને મુક્ત કર્યો. દ્રુપદે વૈર લેવા યજ્ઞ કર્યો અને દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન નામે બે સંતાન પ્રાપ્ત થયાં. મહાભારત યુદ્ધમાં દ્રુપદ પાંડવોના પક્ષમાં લડ્યા અને દ્રોણના હાથે મરાયા.

King Drupad

People in Shastras

King Drupad and Drona were childhood friends who studied together. Drupad had promised Drona that when he became king, he would give half his kingdom to Drona. Thereafter, Drupad became king and Drona married Kripāchārya’s sister Kripi. They had a son named Ashwatthāmā. They lived in poverty so Drona decided to visit Drupad to improve his circumstances. However, Drupad insulted Drona by saying he remembered no such friend and no such promise. He offered him shelter and food for one night. Drona then went to Hastināpur and taught the Kauravas and Pāndavas art of warfare. In return, Drona asked his pupils to capture Drupad. The Kauravas failed but the Pāndavas succeeded and brought Drupad to Drona. Drona took half his kingdom and released him. To avenge this humuliation, Drupad performed a yagna and acquired Draupadi and Dhristhadyumna. Drupad fought on the Pāndava’s side during the Mahābhārat War and was killed by Drona.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Jetalpur-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase