॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

માંચા ભક્ત

સત્સંગી ભક્તો

માંચા ભક્ત કારિયાણી ગામના ગામધણી હતા. શ્રીહરિનો યોગ નહોતો થયો એ પૂર્વે તેઓ જંતર-મંતર કે ભૂવા-જાગરિયાના વહેમમાં, દોરા-ધાગામાં માનતા નહીં. એક બાવાએ જડીબુટ્ટીથી ત્રાંબામાંથી રૂપું કરી બતાવ્યું તો હાથમાં લાકડી લઈ તેને ગામ બહાર તગેડી મૂક્યો. માંચાખાચર નિષ્કામધર્મમાં અડગ હતા. શ્રીહરિએ જ્યારે અઢાર જણને પત્ર લખી ત્યાગી થવા તેડાવ્યા તેમાં માંચા ભક્તનું નામ પહેલું હતું. તે વખતે તેઓ પોતાનો ૨૦૦ વીઘાનો કપાસ મૂકી ભાઈરામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ ભુજ મહારાજને મળ્યા. ઓગણોતેરા કાળમાં દુષ્કાળમાં તેમણે ત્રણ મહિના સુધી પરમહંસોને પોતાને ત્યાં રાખ્યા હતા. પાછળથી શ્રીહરિ પાસે ત્યાગીની દીક્ષા લઈ ‘અચિંત્યાનંદ સ્વામી’ તરીકે સ્વરૂપાનંદ સ્વામીના મંડળમાં રહી ગામડે ગામડે ફરી સત્સંગ કરાવતા. શ્રીહરિએ અમદાવાદમાં કાંકરિયાના વનમાં તેમના નિષ્કામી વર્તમાનની પ્રશંસા કરેલી.

Mānchā Bhakta

Satsangi Bhaktas

Mānchā Bhakta was the chief of Kāriyāni. Even prior to coming into contact with Shriji Maharaj, he did not believe in black magic, superstitions, and mendicants who promoted superstitions. Once, a mendicant showed him how to make silver from copper. Mānchā Bhakta beat him out of his village with a stick. He was staunch in his vow of celibacy. When Maharaj wrote a letter to 18 people to renounce, Mānchā Bhakta was first on the list. At this time, he had grown cotton on 125 acres (200 vighā) of land. He left that and got dikshā from Bhāirāmdās Swāmi and met Maharaj in Bhuj. During the famine of Samvat 1869, he kept some paramhansas for three months in his darbār. In his latter life, Maharaj gave him dikshā and named him Achintyānand Swami. He stayed in Swarupānand Swāmi’s mandal and spread satsang. Maharaj praised his observance of celibacy in the Kānkariyā woods in Amdāvād.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

  Gadhada II-38

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase