॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

બળદેવજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

બળદેવજી દેવકી અને વસુદેવના સાતમું સંતાન હતા. દેવકીજીનો સાતમો ગર્ભ ભગવાનની માયાથી રોહિણીના ઉદરમાં ગયો હતો. તે જ બળરામ તરીકે જન્મ પામ્યા. તે શેષનો અવતાર હતા. કૃષ્ણની સાથે બળદેવજી પણ ગોકુળમાં મોટા થયા. અહીં અસુરોનો નાશ કરી કૃષ્ણની સાથે મથુરા જઈ કંસનો વધ કર્યો. પછી ઉગ્રસેનને રાજા બનાવી બંને ભાઈ સાંદીપનિ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા. તેમણે પ્રલંબ નામના અસુરનો નાશ કર્યો હતો, તેથી તે પ્રલંબઘ્ન કહેવાય છે. બલરામનો વિવાહ રેવતી સાથે થયેલો. ગદાયુદ્ધમાં તેમના જેવું નિપુણ સમગ્ર ભારતવર્ષમાં કોઈ નહોતું. તેમણે ભીમ અને દુર્યોધનને ગદાયુદ્ધ શીખવ્યું હતું. હળ અને મુશળ તેમનાં હથિયાર હતાં. યાદવાસ્થળી વખતે યોગબળે કરીને કૃષ્ણ પહેલા તેમણે દેહ ત્યાગ કર્યો હતો.

Baldevji

People in Shastras

Baldevji, also known as Balrām, was the seventh child of Devki and Vasudev. Devki’s seventh child was transferred to Rohini by God’s māyā and Balrām was born to Rohini. He was the avatār of Shesh. Baldevji grew up with Krishna in Gokul. They killed many demons and also killed Kansa in Mathurā. They reinstated Ugrasen as king of Mathurā. Afterward, both went to study at Sāndipani Rishi’s āshram. Baldevji killed a demon named Pralamb, hence he was known as Pralambaghna. He was married to Revati. Baldevji was an unequalled master of using the mace in combat in all of Bhārat. Bhim and Duryodhan both learned to use the mace from Baldevji. His weapons were a plough (hal) and pestle (mushal). When the Yādavs fought internally and killed themselves and prior to Krishna discarding his body, he discarded his body using his yogic power.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-59

  Kariyani-9

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase