॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વ્યાસજી

આચાર્યો

વ્યાસ એ વિષ્ણુના ચોવીશ અવતારોમાંનો એક અવતાર છે. તે તત્ત્વતઃ જીવચૈતન્ય છે. જીવચૈતન્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણના અનુપ્રવેશથી આ અવતાર થાય છે. વ્યાસજી પરાશર અને સત્યવતીના (મત્સ્યગંધાના) પુત્ર હતા. તેઓ કાળા હોવાથી ‘કૃષ્ણ’ પણ કહેવાય છે. તેઓનો જન્મ થતાં જ નદી કિનારે મૂકી દીધેલા, આથી ‘દ્વૈપાયન’ પણ કહેવાય છે. જન્મ્યા પછી તેઓ બદરિકાશ્રમમાં તપ કરવા ગયેલા, તેથી તેમને બાદરાયણ પણ કહે છે. તેઓએ વેદોના ભાગ કરેલા હોવાથી ‘વેદવ્યાસ’ પણ કહેવાય છે. તેમણે બ્રહ્મસૂત્ર લખી ઉપનિષદનો સમન્વય સમજાવ્યો છે. આ ઉપરાંત તેમણે અઢાર પુરાણો, મહાભારત અને ભાગવત જેવા ઘણા ગ્રંથો રચ્યા છે. તેઓ સાત ચિરંજીવી માંહેલા એક છે. તેમના પુત્ર શુકદેવજી પણ ચિરંજીવી ગણાય છે. અષાઢ પૂર્ણિમા વ્યાસપૂર્ણિમા તરીકે ઊજવાય છે. શ્રીજીમહારાજે વચનામૃતમાં વ્યાસજીનાં વચનોને પ્રમાણભૂત ગણ્યાં છે.

વ્યાસજીને પુરાણો રચ્યાં, વેદના વિભાગો કર્યા, મહાભારત રચ્યું છતાં શાંતિ ના થઈ. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં ઉલ્લેખી છે. વ્યાસજીનો અશાંતિનો પ્રસંગ આ પ્રમાણે છે:

વ્યાસજી લોકકલ્યાણમાં રત રહેવા છતાં સંતોષ ન પામતાં ખિન્ન મને સરસ્વતી નદીના કિનારે એકાંતમાં બેસી મનોમન વિચાર કરે છે - “મેં નિષ્કપટભાવે બ્રહ્મચર્યનું પાલના કર્યું, વેદ, ગુરુજનો, અને અગ્નિઓનું સન્માન કર્યું, વેદોનું વિભાગીકરણ કર્યું, મહાભારત, સત્તર પુરાણોની રચના કરી અને હું બ્રહ્મતેજથી સંપન્ન, સમર્થ છું છતાં મને અશાંતિ કેમ? અપૂર્ણપણું કેમ છે?” તે સમયે નારદજી તેમને પ્રગટ ભગવાનનાં લીલાચરિત્રોનું વર્ણન કરતું શાસ્ત્ર કરવાની વાત કરી. ત્યારે વ્યાસજીએ શ્રીમદ્‌ભાગવતની રચના કરી અને તેમની અશાંતિ દૂર થઈ.

[ભાગવત : ૧/૪-૫]

Vyāsji

Acharyas

Vyās is considered one of the 24 avatārs of Vishnu. In terms of the 5 eternal entities, Vyās belongs to the jiva category. When Parabrahman Purushottam Narayan enters the jiva, then that jiva is capable of incarnating as an avatār. Vyāsji was the son of Parāshar and Satyavati (also known as Matsyagandhā). He is also known as Krushna because of his dark complexion. After he was born, he was left at the river bank; hence, he is known as Dvaipāyan. After birth, he went to Badrikāshram to perform austerities, which earned him the name Bādarāyan. He divided the Vedās into 4 parts; hence, he is known prominently as Ved-Vyās. He wrote the Brahmasutras explaining the Upanishads. He also wrote the 18 Purāns, Mahābhārat, and the Bhāgvat. His is considered one of the 7 ‘chiranjivi’ (one who never dies). His son Shukdevji is also consider among the chiranjivi. Ashādh Purnima is also known as Vyās Purnima and is celebrated as his birth date. Shriji Maharaj has considered Vyās’s words as authoritative in the Vachanamrut.

Vyāsji wrote the Purans, divided the Vedas, wrote the Mahabharat, yet he still did not experience peace. This has been mentioned by Gunatitanand Swami in Swamini Vato. The details of him not experience peace is as follows:

Vyāsji was deeply focused in the liberation of the people, yet his mind was still troubled. He sat at the banks of Saraswati river in solitude to think: I have observed celibacy, I honored the Vedas, gurus, wrote the Mahabharat, 17 Purans, and divided the Vedas. I see the light of Brahma and I have powerful capabilites, yet I feel unfulfilled. Why? Nāradji came and advised Vyāsji to write a scripture of the manifest form of God, Shri Krishna. Vyāsji followed Nāradji’s advice and finally felt peace.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-39

  Kariyani-6

  Loya-4

  Loya-18

  Gadhada II-6

  Gadhada II-9

  Gadhada II-21

  Gadhada II-64

  Vartal-18

  Gadhada III-10

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase