વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૯

સારંગપુરમાં આ વચનામૃત ગઢડા પ્રથમ ૯ નિરૂપતાં પ્રમુખસ્વામી મહારાજ કહે છે, “ભગવાન ઉપર છે તે દેખાતા નથી ને અહીં છે તે મનાતા નથી. પછી ક્યાંથી સુખ આવે.”

[સત્સંગ સૌરભ: ૧/૬૯]

 

જાન્યુઆરી ૧૯૬૪. વચનામૃત ગ. પ્ર. ૯નો સાર પણ સુંદર સમજાવ્યો: “નિષ્ઠા થઈ હોય તેનાં શું લક્ષણ? દિવ્યભાવ, અત્યંત અલૌકિકભાવ રહે; મનુષ્યભાવ ન આવે. પોતાનો અવગુણ દેખે, સામાનો ગુણ દેખે. વર્તનમાં દિવ્યભાવ આવી જાય. તેવાને પરાણે લાડુ દે. ઐશ્વર્ય દેખાડે. દેવ-દેવલાં-માતા એ બધાં કાંઈ નથી. પ્રત્યક્ષ ભગવાન જોઈએ. સ્વરૂપનિષ્ઠામાં સાંધા બાઝવા દેવા નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ