વચનામૃત મહિમા

વરતાલ ૧૧

વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

 

તા. ૬/૪/૧૯૫૯, વહેલી સવારે મેડા ઉપર ગોષ્ટિ કરતાં યોગીજી મહારાજ કહે, “વરતાલનું ૧૧ વચનામૃત સિદ્ધ કરીએ તો જ કામ થાય... આટલું એક વચનામૃત સિદ્ધ કર્યું હોય તો કામ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]

 

આ વચનામૃતની વિશિષ્ટ ઓળખ આપતાં તા. ૬/૬/૧૯૬૮ના રોજ ગોંડલમાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત - વરતાલ ૧૧.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૮૨]

 

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ