વચનામૃત ઇતિહાસ

કારિયાણી ૬

દીવ બંદરના શેઠ પ્રેમચંદભાઈ બખાઈના પુત્રીનું નામ પ્રેમાબાઈ હતું. બાળપણથી જ સત્સંગ. તેમનાં લગ્ન દીવના એક વણિક કુટુંબમાં કરેલાં. ત્યાં સત્સંગની સર્વે અનુકૂળતા હતી. થોડાં વર્ષો પછી વિધવા થયાં. સાંખ્ય યોગની દીક્ષા લઈ તપસ્વી જીવન સ્વીકારેલું. પ્રેમાબાઈએ ભક્તિભાવથી શ્રીહરિ માટે સોનેરી તારના વાઘા જાતે ગૂંથ્યા. રાજુલાનો મૂળો રાજગર દીવ આવ્યો. ઠગ હતો. તે સ્વામિનારાયણનો વેશ લઈ પ્રેમાબાઈને ઘરે આવ્યો અને વસ્ત્રાભૂષણ પડાવી ગયો. પ્રેમાબાઈને ખબર પડી તો ફરી શ્રદ્ધાપૂર્વક વસ્ત્રો તથા આભૂષણો તૈયાર કરાવ્યાં. જાતે શ્રીહરિને અર્પણ કરવા ગયાં. સં. ૧૮૭૭ ને દિવાળીને દિવસે શ્રીહરિ કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં બિરાજતા હતા. (વચનામૃત કારિયાણી ૬માં મહારાજની મૂર્તિનું વર્ણન છે.) પ્રેમાબાઈ દૂરથી દર્શન કરી સ્ત્રીઓની સભામાં બેઠાં. પછી શ્રીજીમહારાજ સામેથી વસ્ત્રો-આભૂષણો ગ્રહણ કરવા પધાર્યા. પ્રેમાબાઈએ કહ્યું, “આપા સામે ચાલીને પધાર્યા. ખૂબ કૃપા કરી.” શ્રીહરિએ પોટલું હાથમાંથી લઈને માથે ચડાવ્યું ને છાતીએ અડાડ્યું અને વસ્ત્રાભૂષણ ધારણ કરવા લાગ્યા. શ્રીહરિ પલંગ પર બિરાજ્યા. સૌ સ્તબ્ધ. શ્રીહરિએ કહ્યું, “સાંભળો સંતો-હરિભક્તો, આટલાં વર્ષ થયાં તેમાં અમારે અર્થે કેટલાય હરિભક્તો વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે. અમે આવી રીતે કોઈની સામાં જઈને લેતા નથી. આવી રીતે કોઈનાં વસ્ત્ર-અલંકાર પહેરીને રાજી પણ થયા નથી. આજે તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૩૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ