home share

કીર્તન મુક્તાવલી

ભાષાંતર

(૧) વિદ્યા પરા બ્રહ્મવિદ્યા - સત્સંગદીક્ષા માહાત્મ્ય સ્તોત્ર

સાધુ ભદ્રેશદાસ

વિદ્યા પરા બ્રહ્મવિદ્યા તથેયં

  અધ્યાત્મવિદ્યા નિગમાગમોક્તા ।

વાણી પરા યા શ્રુતિશાસ્ત્રરૂપા

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૧॥

આ સત્સંગદીક્ષા ગ્રંથ શાસ્ત્રોમાં વર્ણવેલ પરાવિદ્યા છે, બ્રહ્મવિદ્યા છે, અધ્યાત્મવિદ્યા છે, શ્રુતિતુલ્ય પરાવાણી છે. આવા મહિમાએ યુક્ત એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (એટલે કે આ શાસ્ત્રાના ઉપદેશો મારા જીવનમાં વિરાજિત થાય.) (૧)

શ્રીસ્વામિનારાયણહૃદ્‌ગતાર્થં

  બ્રહ્મસ્વરૂપૈર્ગુરુભિર્યદિષ્ટમ્ ।

સંગૃહ્ય યા ભાતિ તદેવ સર્વં

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૨॥

શ્રી સ્વામિનારાયણ ભગવાનના હૃદ્‌ગત અભિપ્રાયને તથા બ્રહ્મસ્વરૂપ ગુરુઓને અભિમત સિદ્ધાંતોને પોતામાં સમાવીને જે શોભી રહી છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૨)

યા સ્વામિનારાયણબોધિતાનાં

  મુક્તિપ્રદાનાં વચનામૃતાનામ્ ।

ધત્તે રહસ્યં સહજં સુગમ્યં

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૩॥

સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલાં વચનામૃતોનાં મુક્તિપ્રદ રહસ્યોને જે સહજતા અને સુગમતાથી સમાવે છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૩)

આજ્ઞાં હરેઃ શુદ્ધમુપાસનં ચ

  સ્પષ્ટં બ્રુવાણા ચ મુમુક્ષુગમ્યા ।

સિદ્ધાન્તસર્વસ્વવિભૂષિતા ચ

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૪॥

જે શાસ્ત્ર મુમુક્ષુઓ સમજી શકે તે રીતે આજ્ઞા તથા ભગવાનની પરિશુદ્ધ ઉપાસનાનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે અને સકળ સિદ્ધાંતોથી વિભૂષિત છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય.

બ્રહ્માક્ષરાત્મૈક્યવિભાવભવ્યાં

  માહાત્મ્યવિજ્ઞાનપ્રભાપ્રકાશામ્ ।

ભક્તિં બ્રુવાણા શુભ ધર્મયુક્તાં

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૫॥

સદ્ધર્મથી યુક્ત, ભગવાનના માહાત્મ્યજ્ઞાનરૂપ પ્રભાથી પ્રકાશમાન તથા અક્ષરબ્રહ્મ સાથે એકતારૂપ વૈભવથી શોભતી, એવી ભગવાનની ભક્તિનું જે પ્રતિપાદન કરે છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૫)

આચારશુદ્ધેશ્ચ વિચારશુદ્ધેઃ

  સ્વભાવશુદ્ધેર્વ્યવહારશુદ્ધેઃ ।

સર્વાત્મશુદ્ધેર્વિનિરૂપિકેયં

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૬॥

જે શાસ્ત્ર આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ, સ્વભાવશુદ્ધિ આદિ સર્વવિધ શુદ્ધિનું નિરૂપણ કરે છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૬)

સ્વચ્છાર્થબોધૈઃ સરલાર્થયુક્તૈઃ

  સર્વાર્થગર્ભૈઃ પરમાર્થદીપ્તૈઃ ।

ગૂઢાર્થતત્ત્વા સુફલાર્થરમ્યા

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૭॥

જે સ્વચ્છ અર્થબોધ કરાવે છે, જે સમજવામાં ખૂબ સરળ છે, જેમાં બધા જ અર્થો સમાઈ જાય છે, જે પરમાર્થથી દેદીપ્યમાન છે, જેમાં ગૂઢ તત્ત્વજ્ઞાન સમાયું છે તથા જે પરમ મુક્તિરૂપ ઉત્તમ ફળથી રમણીય છે,એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય.  (૭)

શંકાભયાજ્ઞાનવિનાશિનં ચ

  નિષ્ઠા ત્વનન્યા દૃઢનિશ્ચયશ્ચ ।

હરૌ ગુરૌ સ્યાત્ સુદૃઢં યયા સા

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૮॥

જે શાસ્ત્રને સમજવાથી શંકા, ભય તથા અજ્ઞાનનો નાશ થાય છે, પરબ્રહ્મ પરમાત્માને વિશે તથા બ્રહ્મસ્વરૂપ ગુરુને વિશે અનન્ય નિષ્ઠા અને નિશ્ચય સુદૃઢ થાય છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૮)

આનન્દદા દુઃખવિનાશિનીયં

  હરેશ્ચ પ્રીતેરભિવર્ષિણીયમ્ ।

શાન્તિપ્રદા સર્વસુખાસ્પદેયં

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૯॥

આ સત્સંગદીક્ષા પરમ આનંદ આપનારી છે, દુઃખોને ટાળનારી છે, પરમાત્માની પ્રસન્નતાની વર્ષા કરે છે, શાંતિપ્રદ છે, સર્વ સુખોનું નિધાન છે. એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (૯)

ગુરોર્મહન્તસ્ય પ્રસાદરૂપા

  સાક્ષાત્ સ્વહસ્તાક્ષરલેખરૂપા ।

પ્રત્યક્ષબ્રહ્માત્મમુખાબ્જલબ્ધા

  સત્સંગદીક્ષા હૃદિ રાજતાં મે ॥૧૦॥

જે ગુરુહરિ મહંતસ્વામી મહારાજની સાક્ષાત્ પ્રસાદી છે, જે તેમણે પોતાના હસ્તાક્ષરથી લખી છે, જે પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંતસ્વામી મહારાજના મુખકમળથી પ્રાપ્ત થઈ છે, એવી આ સત્સંગદીક્ષા મારા હૃદયમાં વિરાજમાન થાય. (એટલે કે આ શાસ્ત્રના ઉપદેશો મારા જીવનમાં વિરાજિત થાય.) (૧૦)

Translation

(1) Vidyā parā brahmavidyā - Satsang Dīkṣhā Māhātmya Stotra

Sadhu Bhadreshdas

Vidyā parā brahmavidyā tatheyam

  adhyātmavidyā nigamāgamoktā ।

Vāṇī parā yā shruti-shāstra-rūpā

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥1॥

The Satsang Diksha is the parāvidyā, brahmavidyā, and adhyātmavidyā as described in the Vedas and Āgams. It is parāvāni and a Vedic scripture itself. May that Satsang Diksha be imbibed in my heart. (1)

Shrī Swāminārāyaṇa-hṛudgatārtham

  brahmaswarūpair-gurubhir-yadiṣhṭam ।

Sangṛuhya yā bhāti tadev sarvam

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥2॥

That which is Bhagwan Swaminarayan’s and the Brahmaswarup Gurus’ personal message has been compiled and presented here [in this scripture]. May that Satsang Diksha be imbibed in my heart. (2)

Yā Swāminārāyaṇa-bodhitānām

  muktipradānām Vachanāmṛutānām ।

Dhatte rahasyam sahajam sugamyam

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥3॥

The essence of Bhagwan Swaminarayan’s teachings explained in the liberating scripture - the Vachanamrut - has been presented in a simple way [in this scripture]. May that Satsang Diksha be imbibed in my heart. (3)

Āgnām Harehe shuddham-upāsanam cha

  spaṣhṭam bruvāṇā cha mumukṣhu-gamyā ।

Siddhānta-sarvasva-vibhūṣhitā cha

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥4॥

Bhagwan’s āgnā and pure upāsanā have been clearly described [in this scripture] in a way that aspirants can understand it. [This scripture] is adorned with the explanation of our principles. May that Satsang Diksha be imbibed in my heart. (4)

Brahmākṣhar-ātmaikya-vibhāvabhavyām

  māhātmya-vignāna-prabhā-prakāshām ।

Bhaktim bruvāṇā shubha dharma-yuktām

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥5॥

[The Satsang Diksha] is resplendent with the principles of becoming one with Aksharbrahman, understanding the glory of Akshar and Purushottam, and performing devotion while maintaining dharma. May that Satsang Diksha be imbibed in my heart. (5)

Āchāra-shuddheshcha vichāra-shuddhehe

  svabhāva-shuddher-vyavahāra-shuddhehe ।

Sarvātma-shuddher-vinirūpikeyam

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥6॥

[This scripture] describes how to purify our actions, thoughts, natures, worldly affairs – i.e. everything. May that Satsang Diksha be imbibed in my heart. (6)

Svachchhārtha-bodhaihi saralārtha-yuktaihi

  sarvārtha-garbhaihi paramārtha-dīptaihi ।

Gūḍhārtha-tattvā sufalārtha-ramyā

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥7॥

[The meanings of this scripture’s couplets] are clear and simple; and they contain the essence of all the scriptures, bear ultimate fruits, and lead us towards Bhagwan. May that Satsang Diksha be imbibed in my heart. (7)

Shankā-bhay-āgnāna-vināshinam cha

  niṣhṭhā tvananyā dṛuḍha-nishchayashcha ।

Harau gurau syāt sudṛuḍham yayā sā

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥8॥

[This scripture] destroys doubt, fear, and ignorance. Also, it teaches us undivided faith and strong conviction in Bhagwan and our guru. May that Satsang Diksha be imbibed in my heart. (8)

Ānandadā dukha-vināshinīyam

  Hareshcha prīter-abhivarṣhiṇīyam ।

Shāntipradā sarva-sukhās-padeyam

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥9॥

[This scripture] gives bliss, removes misery, builds love towards Bhagwan, gives peace and happiness to all. May that Satsang Diksha be imbibed in my heart. (9)

Guror-Mahantasya prasādarūpā

  sākṣhāt svahastākṣhara-lekharūpā ।

Pratyakṣha-brahmātma-mukhābjalabdhā

  Satsanga-Dīkṣhā hṛudi rājatām me ॥10॥

[This scripture] is a handwritten gift from guru Mahant Swami Maharaj. We received [this scripture] directly from the mouth of pratyaksh Aksharbrahman. May that Satsang Diksha be imbibed in my heart. (10)

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase