Shlok Selection close

Shlok:
Meaning:
Shlok 139

વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ।

વૃન્દાવનવિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિન્તયે॥

(શ્રી સહજાનંદસ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે.) હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે.

(શિક્ષાપત્રી: 1)
Shlok 140

લિખામિ સહજાનન્દસ્વામી સર્વાન્નિજાશ્રિતાન્।

નાનાદેશસ્થિતાન્ શિક્ષાપત્રીં વૃત્તાલયસ્થિતઃ॥

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ.

(શિક્ષાપત્રી: 2)
Shlok 141

ભ્રાત્રો રામપ્રતાપેચ્છારામયોર્ધર્મજન્મનોઃ।

યાવયોધ્યાપ્રસાદાખ્યરઘુવીરાભિધૌ સુતૌ॥

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે).

(શિક્ષાપત્રી: 3)
Shlok 142

મુકુન્દાનન્દમુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ।

ગૃહસ્થાશ્ચ મયારામભટ્ટાદ્યા યે મદાશ્રયાઃ॥

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી,

(શિક્ષાપત્રી: 4)
Shlok 143

સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ।

મુક્તાનન્દાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલા અપિ॥

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ,

(શિક્ષાપત્રી: 5)
Shlok 144

સ્વધર્મરક્ષિકા મે તૈઃ સર્વૈર્વાચ્યાઃ સદાશિષઃ।

શ્રીમન્નારાયણસ્મૃત્યા સહિતાઃ શાસ્ત્રસમ્મતાઃ॥

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા.

(શિક્ષાપત્રી: 6)
Shlok 145

એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ।

અવધાર્યોઽયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ॥

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે.

(શિક્ષાપત્રી: 7)
Shlok 146

યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્રપ્રતિપાદિતાન્।

સદાચારાન્ સદા તેઽત્ર પરત્ર ચ મહાસુખાઃ॥

અને શ્રીમદ્‍ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે.

(શિક્ષાપત્રી: 8)
Shlok 147

તાનુલ્લઙઘ્યાઽત્ર વર્તન્તે યે તુ સ્વૈરં કુબુદ્ધયઃ।

ત ઇહાઽમુત્ર ચ મહલ્લભન્તે કષ્ટમેવ હિ॥

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે.

(શિક્ષાપત્રી: 9)
Shlok 148

અતો ભવદ્ભિર્મચ્છિસ્યૈઃ સાવધાનતયાઽખિલૈઃ।

પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરન્તરમ્॥

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.

(શિક્ષાપત્રી: 10)