પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ।
તદહં ભક્ત્યુપહ્યતમ્ અશ્નામિ પ્રયતાત્મનઃ॥
શુદ્ધ ચિત્તવાળો જે ભક્ત પાંદડુ, ફૂલ, ફળ કે પાણી જે કાંઈ પણ મને ભક્તિથી અર્પે છે તે હું પ્રેમથી સ્વીકારું છું.
સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ॥
તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને તું મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. તું શોક ન કર.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
મા કર્મફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ॥
તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નહિ. તું કર્મના ફળની ઇચ્છાવાળો ન થાય તેમ જ તારી કર્મ કરવામાં આસક્તિ ન થાઓ.
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ॥
જે સર્વ પ્રાણીઓની રાત્રી છે તેમાં સંયમી જાગે છે અને જેમાં પ્રાણીઓ જાગે છે તે જોતાં મનિની રાત્રી છે.
યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તદ્તદેવેતરો જનઃ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે॥
શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે લોકો વર્તે છે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ર્ભવતિ ભારત।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્॥
હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે॥
સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું.
જન્મકર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જૂન॥
હે અર્જૂન! મારા જન્મ અને કર્મ જે તત્ત્વથી દિવ્ય જાણે છે તે દેહ ત્યજીને પૂનર્જન્મ પામતો નથી પણ મને પામે છે.
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ।
ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ॥
આ શસ્ત્રો છેદતાં નથી અને અગ્નિ બાળતો નથી. એને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ।
તસ્માદપરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ॥
જન્મેલાનું મૃત્યુ નક્કી છે, મરેલાનો જન્મ નક્કી છે. માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તું શોક ના કર.