કીર્તન મુક્તાવલી

સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર

૨-૩૦૪૮: નીતિન કારિયા

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સાખી

હે... આ અવનિ પર એક જ સંત છે,

સદ્‌ગુણનો ભંડાર સ્વામી તારો જગમાં જય જયકાર.

સાત સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર...

સંત સભામાં શોભો સ્વામી, સૂરજ ચંદ્ર સમાન,

હે... સમતા શીલ દયાનિધિ દાતા (૨),

તેજ તણો નહીં પાર સ્વામી તારો જગમાં જય જયકાર... સાત

હું અભિમાની ભટકું અંધારે, આપ છો એક આધાર,

હે... ભવાટવીમાં ભૂલો પડ્યો છું (૨),

આપ છો એક આધાર સ્વામી તારો જગમાં જય જયકાર... સાત

શાસ્ત્રીજી યોગીના લાડીલા ગુરુ ગરવા દાતાર,

હે... ભવ ભવ અમને એક જ મળજો (૨),

આપ તણો સથવાર સ્વામી તારો જગમાં જય જયકાર... સાત

Sāt samandar pār Swāmī tāro jagmā jay jaykār

2-3048: Nitin Kariya

Category: Pramukh Swami Maharajna Pad

Sākhī

He... ā avani par ek ja sant chhe,

Sadguṇno bhanḍār Swāmī tāro jagmā jay jaykār.

Sāt samandar pār Swāmī tāro jagmā jay jaykār...

Sant sabhāmā shobho Swāmī, sūraj chandra samān,

He... Samatā shīl dayānidhi dātā (2),

Tej taṇo nahī pār Swāmī tāro jagmā jay jaykār... Sāt

Hu abhimānī bhaṭaku andhāre, āp chho ek ādhār,

He... Bhavāṭavīmā bhūlo paḍyo chhu (2),

Āp chho ek ādhār Swāmī tāro jagmā jay jaykār... Sāt

Shāstrījī Yogīnā lāḍīlā guru garavā dātār,

He... Bhav bhav amane ek ja maḷajo (2),

Āp taṇo sathavār Swāmī tāro jagmā jay jaykār... Sāt

loading