કીર્તન મુક્તાવલી

આપની રુચિમાં જ સ્વામી રહેવું ગમે છે

૨-૨૦૦૦૨: અજાણ્ય

Category: મહંતસ્વામી મહારાજનાં પદો

આપની રુચિમાં જ સ્વામી, રહેવું ગમે છે,

આપ ચાહો એમ મને, થાવું ગમે છે...

કો’તો જાવું કાશી ને કો’તો રહું દાસી,

દશે દિશામાં ક્યાંય રહું ના ઉદાસી.

 આપના જ વચનોમાં વસવું ગમે છે... ૧

મહંત સ્વામી....!

કાળો ધોળો કે ભલે રંગો ગુલાબી,

ગમતા તવ રંગ પૂરો મરજી તમારી,

 આપના જ રંગે રંગાવું ગમે છે... ૨

જીવન વીણા રે સોંપી આપને જ હાથે,

રંગની પસંદગી છે આપને જ માથે,

 આપની જ સરગમમાં ગાવું ગમે છે... ૩

મહંત સ્વામી....!

આપની શતરંજનો હું નાનો સો પ્યાદો,

ચાહો તો રાખો ને ચાહો તો કાઢો,

 આપના વિચારોમાં વળવું ગમે છે... ૪

મહંત સ્વામી....!

Āpnī ruchimā ja Swāmī rahevu game chhe

2-20002: unknown

Category: Mahant Swami Maharajna Pad

Āpnī ruchimā ja Swāmī, rahevu game chhe,

Āp chāho em mane, thāvu game chhe...

Ko’to jāvu kāshī ne ko’to rahu dāsī,

Dashe dishāmā kyāy rahu nā udāsī.

 Āpnā ja vachanomā vasavu game chhe... 1

Mahant Swāmī....!

Kāḷo dhoḷo ke bhale rango gulābī,

Gamatā tav rang pūro marajī tamārī,

 Āpnā ja range rangāvu game chhe... 2

Jīvan vīṇā re sonpī āpne ja hāthe,

Rangnī pasandagī chhe āpne ja māthe,

 Āpnī ja saragammā gāvu game chhe... 3

Mahant Swāmī....!

Āpnī shatranjno hu nāno so pyādo,

Chāho to rākho ne chāho to kāḍho,

 Āpnā vichāromā vaḷavu game chhe... 4

Mahant Swāmī....!

Jaydeep Swadia

loading