કીર્તન મુક્તાવલી

પ્રમુખસ્વામીએ આ બ્રહ્માંડે અમૃતની હેલી કીધી

૨-૧૬૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: બ્રિન્દાવની સારંગ

પ્રમુખસ્વામીએ આ બ્રહ્માંડે, અમૃતની હેલી કીધી,

 અમૃતની હેલી કીધી... ꠶ટેક

પરિમલ હીણી અમ નિકુંજે, મધુર તમારા સ્પંદન ગુંજે,

પાપપુંજને ધોઈને મારી, ભવની ખારપ હરી,

 અમૃતની હેલી કીધી꠶ ૧

દોષ અમારા લેશ ન જોયા, કાંટાળે અંતર પણ મોહ્યા,

શ્રદ્ધાના વણ વાવી વાવી, વિરાટ ચાદર ભરી,

 અમૃતની હેલી કીધી꠶ ૨

મીટ ભરીને કીધાં કામણ, પરદેશી તોય નેહ નિભાવણ,

હંમેશ વસવા હૈયા ઘરમાં, લીલી કુંજો કરી,

 અમૃતની હેલી કીધી꠶ ૩

અંધારે અજવાળું થઈ થઈ, આ સંસારે ઝરણું થઈ થઈ,

અવિરત વિચરે અક્ષર કરવા, પ્રમુખસ્વરૂપે હરિ,

 અમૃતની હેલી કીધી꠶ ૪

Pramukh Swāmīe ā brahmānḍe amrutnī helī kīdhī

2-168: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Brindãvani Sarang

Pramukh Swāmīe ā brahmānḍe, amrutnī helī kīdhī;

 Amrutnī helī kīdhī...

Parimal hīṇī am nikunje, madhur tamārā spandan gunje;

Pāp punjne dhoīne mārī, bhavnī khārap harī;

 Amrutnī helī kīdhī... 1

Dosh mārā lesh na joyā, kānṭāḷe antar paṇ mohyā;

Shraddhānā vaṇ vāvī vāvī, virāṭ chādar bharī;

 Amrutnī helī kīdhī... 2

Mīṭ bharīne kīdhā kāmaṇ, pardeshī toy neh nibhāvaṇ;

Hamesh vasvā haiyā gharmā, līlī kunjo karī;

 Amrutnī helī kīdhī... 3

Andhāre ajvāḷu thaī thaī, ā sansāre jharṇu thaī thaī;

Avirat vichare Akshar karvā, Pramukhaswarūpe Hari;

 Amrutnī helī kīdhī... 4

loading